Only Gujarat

Bollywood FEATURED

કંગનાના ભાઈના લગ્ન ચૂકાઈ ગયા હોય તો જોઈ લો વેડિંગ આલ્બમ, ભવ્યતા એવી કે આંખો જશે અંજાઈ

બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી ફેસ્ટિવ મોડમાં છે. કેટલાક સમય પહેલા જ તેના એક ભાઈના લગ્ન થયા અને હવે તેના ભાઈ અક્ષત પણ લગ્નના બંધનમાં બંધાયા છે. કંગના સતત લગ્નની તૈયારીઓ અને વિધિઓમાં વ્યસ્ત હતી. હવે હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર લગ્નના કેટલાક ખાસ ફોટોસ શેર કર્યા છે.

કંગનાએ પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના ભાઈ અને ભાભીની વચ્ચે ઉભી છે. તસવીરમાં કેપ્શન આપ્યું છે, અમારા પરિવારમાં સ્વાગત છે ઋતુ.

કંગનાએ પોતાના ભાઈ અને ભાભીની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. ઋતુએ બેબી પિંક અને ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો છે તો અક્ષત સ્કાય બ્લૂ અને ગોલ્ડન કલરની શેરવાનીમાં નજર આવી રહ્યા છે.

તસવીરના કેપ્શનમાં કંગનાએ લખ્યું કે, પ્યારા દોસ્તો, મારા ભાઈ અક્ષત અને તેની નવી દુલ્હન ઋતુને આશીર્વાદ આપો. આશા છે કે પોતાની જિંદગીના બિલકુલ નવા પડાવમાં તેઓ સારા સાથી સાબિત થશે.

કંગનાએ જયમાલાની તસવીર શેર કરી છે જેમાં ઋતુ અને અક્ષતના ગળામાં ખૂબસૂરત માળાઓ છે. કંગનાએ શેર કરેલી આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે કંગનાના ભાઈના લગ્ન ઉદયપુરમાં થયા. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કંગના અને રંગોલી હલ્દી સેરેમનીમાં ડાન્સ કરતા નજરે પડ્યા હતા.

જણાવી દઈએ કે કંગનાના ભાઈના લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ હતા. કંગના લગ્નના બે દિવસ પહેલા જ ઉદયપુર પહોંચી ગઈ હતી અને લગ્નની તમામ જવાબદારીઓ પોતે જ ઉઠાવી હતી.

આ તસવીરમાં કંગના પોતાના ભાઈને સાફો પહેરાવતી નજર આવી રહી છે. કંગનાના પોતાના લૂકની વાત કરીએ તો તેણે ખૂબસૂરત ગ્રીન એન્ડ પિંક કલરની સાડી પહેરી હતી. ગજરો અને માંગ ટીકો પણ લગાવ્યો હતો.

કંગનાને પોતાના ભાણેજ પૃથ્વી સાથે ખૂબ જ લગાવ છે. આ તસવીરમાં તે તેને તેડીને નજર આવી રહી છે. પૃથ્વીએ પણ આ ખાસ મોકા પર બેબી પિંક કલરનું સૂટ પહેર્યું હતું.

આ તસવીરમાં કંગના પોતાના બહેન રંગોલી ચંદેલ સાથે નજર આવી રહી છે. રંગોલીએ પણ પૃથ્વીની જેમ બેબી પિંક અને ગોલ્ડન કલરનું આઉટફિટ પહેર્યું હતું.

Image Source: Instagram

You cannot copy content of this page