Only Gujarat

FEATURED National

સેલ્યુટ છે આ IAS મહિલા અધિકારીને, દીકરીને જન્મ આપ્યાના 15 દિવસ જ ડ્યૂટી પર ફરી પરત

ગાઝિયાબાદઃ ગાઝિયાબાદ પાસેના મોદીનગરમાં દીકરીને ખોળામાં લઈ સરકારી ડ્યૂટી કરી રહેલા આઈએએસ ઓફિસર સૌમ્યા પાંડેયની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. લોકો તેમના વીડિયો અને તસવીર પર કોમેન્ટ કરતા પ્રશંસા કરી રહ્યાં છે. આ દરમિયાન સૌમ્યા પાંડેયએ કહ્યું કે,‘પરિવારની સાથે દેશ સેવા પણ સૌથી જરૂરી છે.’

મોદીનગરના એસડીએમ સૌમ્યા પાંડેય ઈન્ટરનેશનલ ડૉટર્સ-ડે પર 24 દિવસની દીકરીને ખોળામાં લઈ કામ કરતા હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આઈએએસ સૌમ્યા પાંડેયને એક વર્ષ અગાઉ મોદીનગરની એસડીએમ બનાવવામાં આવી હતી.

દેશના પ્રતિષ્ઠિત કોલેજ મોતીલાલ નેહરુ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ સૌમ્યા પાંડેયએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ આઈએએસની પરિક્ષામાં ટોપ-10માં સ્થાન મેળવ્યું હતું.

ગત રવિવારે સોશિયલ મીડિયા પર તેમની બાળકી સાથેની તસવીર વાઈરલ થયા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના કામને સૌથી વધુ મહત્ત્વ આપે છે. જાપાન જેવા દેશોમાં પણ ડિલિવરીના અમુક સમય બાદ મહિલાઓ કામ પર પરત ફરે છે. જો સ્વાસ્થ્ય સામાન્ય હોય તો કામ પર વહેલા પરત ફરવામાં કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં.

You cannot copy content of this page