Only Gujarat

Business FEATURED

કોલેજના દિવસોમાં રતન ટાટા લાગતા હતાં આટલા હેન્ડસમ, તસવીર સામે બસ જોતા જ રહી જશો !

મુંબઈઃ રતન ટાટા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય તો નથી રહેતા પરંતુ અમુકવાર તેઓ પોતાની પર્સનલ લાઈફ સંબંધિત કિસ્સા અને યુવાનીની તસવીરો શેર કરતા હોય છે. જે ઝડપથી વાઈરલ થતી હોય છે. સંપૂર્ણ દેશ રતન ટાટાને માન આપે છે. આ જ કારણે લોકો તેમની સોશિયલ મીડિયા પોસ્ટની રાહ જોતા હોય છે. તાજેતરમાં રતન ટાટાએ પોતાની યુવાનીની એક તસવીર શેર કરી છે જે ઘણી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીર તે સમયની છે જ્યારે તેઓ પ્રથમવાર જમશેદપુર ગયા હતા. બ્લેક એન્ડ વ્હાઈટ આ તસવીર લોકોને ઘણી પસંદ આવી રહી છે.

જમશેદજીના નામે પડ્યું શહેરનું નામ: જ્યારે શહેરનું નામ Jamsetji Nusserwanji Tataના નામ પર જમશેદપુર પડ્યું ત્યારે તેમણે અહીંની મુલાકાત લીધી હતી. તે સમયે જ આ વાઈરલ તસવીર ક્લિક કરવામાં આવી હતી. આજે જે શહેરનું નામ જમશેદપુર છે તે 100 વર્ષ અગાઉ સાક્ચી ગામ હતું. જમશેદજી ટાટાએ આ ગામની પસંદગી પોતાના સ્ટીલ પ્લાન્ટ માટે કરી. 1919માં તત્કાલિન બ્રિટિશ સામ્રાજ્યના લૉર્ડ ચેમ્સફોર્ડે જમશેદજીના નામ પર સ્થળનું નામ જમશેદપુર કરી દીધું.

કોલેજકાળ સમયે ગયા હતા જમશેદપુર: સોશિયલ મીડિયા પોસ્ટમાં રતન ટાટાએ કહ્યું કે, જ્યારે કોલેજ હોલિડે પર હતો ત્યારે હું પ્રથમવાર જમશેદપુર ગયો હતો. જે ટાટા સ્ટીલમાં કામ શરૂ કરવાના ઘણા સમય અગાઉની ઘટના છે. 82 વર્ષીય રતન ટાટાએ લખ્યું કે, ‘આ મારું લેગેસી સાથે પ્રથમ ઈન્ટરેક્શન છે.’અત્યાર સુધી આ પોસ્ટને 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. રતન ટાટા સમયાંતરે પોતાની જૂની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. તેમણે ઓક્ટોબર 2019માં ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું.

You cannot copy content of this page