Only Gujarat

Bollywood FEATURED

‘ક્વીન’ કંગનાએ ભાઈના લગ્નમાં પાણીની જેમ ખર્ચ્યા પૈસા, 18 લાખનું લહેરીયું પહેરીને પાડ્યો વટ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના ભાઈ અક્ષતના 12 નવેમ્બરના રોજ ઉદયપુરની ધ લીલા પેલેસમાં ભવ્ય રીતે લગ્ન યોજવામાં આવ્યા હતા. કંગનાએ ભાઈના લગ્નને ઝાકમઝોળ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. માનવામાં આવે છે કે કંગનાએ ભાઈના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે. તેણે છ કરોડ રૂપિયામાં ભાઈના લગ્ન પાછળ ખર્ચ કર્યા છે. લગ્નની ભપકો જોઈને કોઈ પણ અંજાઈ શકે છે.

કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે તેણે ભાઈના લગ્નમાં ગુજરાતી લહેરીયું સ્ટાઈલ લહેંગો પહેર્યો હતો. આ લહેંગાની કિંમત 18 લાખ રૂપિયા હોવાની ચર્ચા છે. આટલું જ નહીં આ લહેંગો તૈયાર થવામાં પૂરા 14 મહિના થયા હતા. કંગનાનો આ લહેંગો ડિઝાઈનર અનુરાધા વકીલે તૈયાર કર્યો હતો. આટલું જ નહીં કંગનાએ ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલી જ્વેલરી પહેરી હતી. આ જ્વેલરીની કિંમત અંદાજે 45 લાખ રૂપિયાની હોવાની ચર્ચા છે.

કોરોનાને કારણે કંગનાના ભાઈના લગ્નમાં માત્ર 45 મહેમાનો જ હાજર રહ્યા હતા. અક્ષતની પત્ની રીતુ સાંગ્વાન ડોક્ટર છે અને બંનેના ઈન્ટરકાસ્ટ મેરેજ છે. લગ્નની થીમ રાજસ્થાની હતી. ભોજનમાં પણ રાજસ્થાની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.

લગ્ન બાદ કંગનાનો પરિવાર નવી વહુને લઈ કુળદેવીના દર્શને કર્યો હતો. ઉદયપુરથી 40 કિમી દૂર આવેલા જગત ગામમાં માતા અંબિકાનું મંદિર છે. કંગના ભાઈ-ભાભી તથા માતા સાથે અહીંયા દર્શન કરવા આવી હતી.


કંગનાએ ભાઈની મહેંદી સેરેમની તથા લગ્નમાં મનમૂકીને ડાન્સ કર્યો હતો. કંગનાએ રાજસ્થાની કલાકારો સાથે ફોક સોંગ પર ડાન્સ કર્યો હતો.

લગ્ન માટે કંગના તથા સાંગ્વાન પરિવાર 10 નવેમ્બરના રોજ ઉદયપુર આવ્યો હતો. પહેલાં ડિનર કર્યું હતું અને ત્યારબાદ લેકમાં બોટિંગ કર્યું હતું. લગ્નનું ફંક્શન બે દિવસ ચાલ્યું હતું, જેમાં પહેલા દિવસે હલ્દી, મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. જ્યારે બીજા દિવસે લગ્ન તથા રિસેપ્શન હતું.

You cannot copy content of this page