Only Gujarat

FEATURED International

કોરોનાને લઈ થયો ચોંકાવનારા ખુલાસો, સામાજિક દૂરી માટે 2 મીટરનું અંતર પૂરતું નહીં

ન્યૂયોર્ક: સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસ મુદ્દે રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. અમેરિકાની એક ઈન્સ્ટિટ્યૂટ અનુસાર કોરોના વાઈરસ સંક્રમણથી બચવા ખાંસી અથવા છીંક ખાનાર વ્યક્તિથી 2 મીટરનું અંતર રાખવું પૂરતું નથી. એક રિસર્ચ અનુસાર, 4 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ ચાલતા પવનના કારણે પણ કોરોના વાઈરસ 6 મીટર સુધી ફેલાઈ શકે છે.


અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ હેઠળ ફિઝિક્સ ઑફ ફ્લુઈડ્સ જર્નલમાં પબ્લિશ થયેલાં રિપોર્ટ અનુસાર પવનની ગતિ શૂન્ય હોય તો ડ્રોપલેટ્સ 2 મીટર સુધી પણ નથી પહોંચી શકતા, પરંતુ પવનની ગતિ 4 થી 15 કિ.મી. પ્રતિ કલાકની હોય તો ડ્રોપલેટ્સ હવાની દિશામાં 6 મીટર સુધી ફેલાઈ શકે છે.

15 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તો ડ્રોપલેટ્સ 1.6 સેકન્ડમાં 6 મીટર સુધી પહોંચી જાય છે. તેથી સંક્રમણને ફેલાતો અટકાવવા માટે 2 મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરતું નથી, આ કારણે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વાઈરસની વધુ અસર થઈ રહી છે.


વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઘરની અંદર ડ્રોપલેટ્સનો વ્યવહાર અલગ હોઈ શકે છે. જોકે, આ મુદ્દે તેમને વધુ રિસર્ચ કરવાની જરૂર છે. મુખ્ય રીતે અલગ-અલગ પરિસ્થિતિઓમાં ડ્રોપલેટ્સના વ્યવહારને સમજવા માટે વધુ અને ઊંડાણપૂર્વક રિસર્ચ કરવાની જરૂર છે અને આ બાબતે તેઓ કામ કરી રહ્યાં છે.


કોરોના ફેલાવવાનું સૌથી વધુ જોખમ ખાંસવા અને નજીકથી વાત કરવા પર છે. તેને જોતા વિશ્વના તમામ દેશોએ ફેસ માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે.

You cannot copy content of this page