Only Gujarat

Bollywood FEATURED

શા માટે વારંવાર ટીવી પર આવે છે બિગ બીની ‘સૂર્યવંશમ’, હજી 80 વર્ષ સુધી આવશે ટીવી પર

મુંબઈઃ અમિતાભ બચ્ચનની યાદગાર ફિલ્મ ‘સૂર્યવંશમ’ રિલીઝ થયે 21 વર્ષ થઈ ગયાં છે. 21 મે, 1999 માં રિલીઝ થયેલ આ ફિલ્મ વિશે સૌથી વધારે જોક્સ અને મીમ્સ બનાવવામાં આવે છે, તેનું એક કારણ છે, ટીવી પર તેને વારંવાર બતાવવામાં આવે છે. આ ફિલ્મ ટીવી પર એટલી બધી વાર આવી ગઈ છે કે, હવે તો લોકોને હીરા ઠાકુર, રાધા, ગૌરી, ભાનુપ્રતાપ બધાનાં નામ ગોખાઇ ગયાં છે. જોકે બહુ ઓછા લોકો આજે પણ જાણતા હશે કે, આ ફિલ્મ ટીવી પર આટલી બધી વાર કેમ આવે છે.

ટીવી પર ‘સૂર્યવંશમ’ને વારંવાર બતાવવાનું એક કારણ એ પણ સામે આવ્યું છે કે, ફિલ્મ ‘સૂર્યવંશમ’ રિલીઝ થઈ એ જ વર્ષે સોની ટીવીએ મેક્સ ચેનલને લોન્ચ કરી. એટલે કે ફિલ્મ અને ચેનલ બંને એક જ વર્ષમાં આવ્યાં હતાં.


બીજું એક કારણ એ પણ સામે આવ્યું છે કે, ચેનલે આ ફિલ્મના 100 વર્ષના રાઇટ્સ ખરીદેલા છે. એટલે તે વારંવાર બતાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમિતાભ ડબલ રોલમાં છે.

‘સૂર્યવંશમ’ ઈન્ડિયન મૂવી ચેનલ પર સૌથી વધુ ટેલીકાસ્ટ થનાર ફિલ્મ છે. ગામડાંમાં લોકોને તે ખૂબ જ ગમે છે. ફિલ્મનાં 18 વર્ષ પૂરાં થતાં અમિતાભ બચ્ચને જાતે જ ટ્વીટ કરી ફિલ્મનાં વખાણ કર્યાં હતાં.


ફિલ્મની લીડ એક્ટ્રેસ સૌંદર્યા રઘુ (રાધા) આ દુનિયામાં નથી. 17 એપ્રિલ, 2004 માં એક પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌંદર્યાનું અવસાન થયું હતું. સૌંદર્યાએ 1992 માં ફિલ્મ ‘ગંધર્વા’ થી ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યાં હતાં.


સૌંદર્યાએ કન્નડ, તેલ્લુગુ, તમિલ અને મલયાલમમાં મળીને 100 કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સૌંદર્યાને સાઉથ ફિલ્મફેર અવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. જોકે સાઉથમાં એક્ટિવ રહેનાર સૌંદર્યાની બોલિવૂડમાં ‘સૂર્યવંશમ’ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી.


‘સૂર્યવંશમ’ તમિળ ફિલ્મની હિંદી રીમેક હતી. ત્યારબાદ આ વાર્તા પર 1997 થી 2000 સુધીમાં ચાર ફિલ્મો બની. આ ફિલ્મમાં પહેલાં બાપ દીકરાના રોલમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને લેવાના હતા, જોકે પછી અમિતાભે જ ડબલ રોલ કર્યો.


‘સૂર્યવંશમ’માં માથામાં તિલકવાળો અમિતાભનો લુક લોકોને એટલો બધો ગમી ગયો કે, પછી 2000માં આવેલ ‘મહોબ્બતે’ અને સાઉથની ફિલ્મ ‘સઈ રા નરસિમ્હા રેડ્ડી’ માં પણ આ લુકને રિપીટ કરવામાં આવ્યો.


એ સમયે ‘સૂર્યવંશમ’નું બજેટ 7 કરોડ રૂપિયા હતું, તો તેણે 13 કરોડ કમાણી કરી હતી. ‘સૂર્યવંશમ’ની બે એક્ટ્રેસ જયાસુધા અને સૌંદર્યા માટે રેખાએ અવાજ આપ્યો હતો. આ ફિલ્મમાં જે હવેલી બતાવવામાં આવી છે તે પાલનપુર નજીક આવેલા બાલારામ પેલેસ છે. અહીંયા બિગ બીની ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

You cannot copy content of this page