Only Gujarat

Bollywood FEATURED

વિદાયમાં લાડલીને ગળે મળી ધરમપાજી ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં હતાં, બીજાની આંખો પણ થઈ હતી ભીની

મુંબઈઃ કોરોના લોકડાઉન દરમિયાન સેલેબ્સ અત્યારે જૂની યાદો તાજી કરી રહ્યાં છે. ધર્મેન્દ્રની મોટી દીકરી એશા દેઓલે તેના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની બંને રડતાં દેખાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો એશા દેઓલની વિદાયનો છે. વિદાય સમયે એશા લાલ સાડી અને ગોલ્ડન જ્વેલરીમાં જોવા મળી હતી. વીડિયોમાં એશાનો પતિ ભરત તખ્તાની અને નાની બહેન આહના દેઓલ પણ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, વિદાય પહેલાં જ એશા દેઓલ આંખમાં આંસુ સાથે ઊભેલી જોવા મળે છે. થોડી વારમાં ધર્મેન્દ્રની આંખમાંથી પણ આંસુ નીકળવા લાગે છે અને બાપ-દીકરી ગળે મળી રડવા લાગે છે.


ધર્મેન્દ્ર અને એશાને આમ ધ્રુસકે-ધ્રુસકે રડતાં જોઇ ત્યાં હાજર બધાંની આંખો પણ ભીની થઈ જાય છે. પતિ અને દીકરીને આમ રડતાં જોઇ હેમા પણ લાગણી પર કંટ્રોલ નથી કરી શકતી અને તેનાં પણ આંસુ નીકળી પડે છે. હેમા પણ દીકરીને ગળે મળી બહુ રડે છે.

વીડિયોમાં એશાની બહેન આહના પણ બહુ ઇમોશનલ દેખાય છે. ત્યારબાદ એશા ભરત તખ્તાની સાથે કારમાં બેસે છે અને બધાં ખુશી-ખુશી વિદાય કરે છે.

ઉલ્લેખનીય છે કે, એશા દેઓલ અને ભરત તખ્તાનીની સગાઇ ફેબ્રુઆરી, 2012માં થઈ હતી. સગાઇના ચાર મહિના બાદ જૂન, 2012માં બંનેનાં લગ્ન થયાં.

લગ્નનાં પાંચ વર્ષ બાદ ઓક્ટોબર, 2017માં એશા પહેલીવાર માતા બની અને દીકરી રાદ્યાને જન્મ આપ્યો. ત્યારબાદ જૂન, 2019 માં બીજી દીકરી મિરાયાને જન્મ આપ્યો.


એશા પણ તેની માતાની જેમ જ અદભુત ડાન્સર છે. તે ઘણીવાર ડાન્સ પર્ફોર્મન્સ આપી ચૂકી છે. એશા દેઓલે 2002 માં આવેલ ‘કોઇ મેરે દિલ સે પૂછે’ થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘ધૂમ’, ‘એલઓસી કારગિલ’, ‘કાલ’, ‘નો એન્ટ્રી’, ‘જસ્ટ મેરિડ’, ‘કેશ’, ‘વન ટૂ થ્રી’, ‘ટેલ મી ઓ ખુદા’, ‘હાઇજેલ’ અને ‘કિલ ધેમ યંગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page