Only Gujarat

Bollywood FEATURED

જાણો કોણ છે સુશાંત સિંહ રાજપુતના કેસથી ચર્ચામાં આવેલી આ ‘મિસ્ટ્રી ગર્લ’?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર દાખલ કરી છે. તો બીજી તરફ આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સિયા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને પ્રવર્તન નિર્દેશાલય (ED) કરી રહી છે. સુશાંતની ડેડ બૉડીની પાસે મિસ્ટ્રી ગર્લ જોવા મળ્યાં પછી સવાલ ઊભા થઈ રહ્યાં છે કે, તે છોકરી કોણ હતી?

આ મિસ્ટ્રી ગર્લ સુશાંત સિંહ રાજપુતની પીઆર પર્સન અને આસિસ્ટન્ટ રાધિકા નિહલાની છે. રાધિકા પીઆર એજન્સી થિન્કઇન્કની સહ સંસ્થાપક છે અને તે સુશાંતનું પીઆર પહેલાં જોતી હતી. રાધિકાની વધારે પૂછપરછ કરવામાં આવી નથી, પણ મુંબઈ પોલીસના સૂત્રો દ્વારા જણાવાયું છે કે, ‘સુશાંતના કરિયરની શરૂઆતથી તેમના નિધન સુધી જેટલા પણ પીઆરો હતાં તે સક્રિય છે, અને તે દરેક કોઈને કોઈ બાબતે જોડાયેલા છે.

પહેલાં એવું કહેવામાં આવતું હતું કે, આ છોકરી અન્ય કોઈ નહીં પણ રિયા ચક્રવર્તીની ફ્રેન્ડ અને ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર છે, પણ ખુદ શિબાનીએ સામે આવી સત્ય કહ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘આ હું નથી અને આ સિમોન પણ નથી. શંકા કરતાં પહેલાં કૃપા કરીને ફેક્ટ ચેક કરી લો. આ સુશાંત સિંહ રાજપુતની પીઆર પર્સન અને આસિસ્ટન્ટ રાધિકા નિહલાની છે. ફેક ન્યૂઝ ફેલાવવાના બંધ કરો. બહુ થઈ ગયું. મારું મૌન આ વાતની મંજૂરી નથી આપતું કે તમે ખોટું અને ઘૃણા ના ફેલાવો.’

વાઇરલ થઈ રહેલાં વીડિયોમાં બ્લૂ અને સફેદ રંગની સ્ટ્રિપ્ડ શર્ટ પહેરેલી એક છોકરીએ મુંબઈ પોલીસની હાજરીમાં સુશાંતના બિલ્ડિંગમાં જતાં જોઈ હતી. વીડિયો મુજબ પછી આ છોકરી તે વ્યક્તિ સાથે કઈક વાત કરી રહી છે, પણ જ્યારે તે વ્યક્તિ પાછો આવે છે ત્યારે તેના હાથમાંથી બ્લેક બેગ જોવા મળે છે.

બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા મામલે સીબીઆઈ તપાસના પાંચ દિવસ થઈ ગયાં છે. તપાસ એજન્સી એક્શનમાં છે અને મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી શકે છે. રિયા અને તેમના પરિવાર પર સુશાંતના પિતા કેકે સિંહે ગંભીર આરોપ લગાવ્યાં છે. આ પહેલાં પ્રવર્તન નિર્દેશાલય (ED)એ પણ રિયા અને તેમના પરિવારની પૂછપરછ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page