Only Gujarat

FEATURED National

પત્નીએ બાજુમાં રહેતા યુવક સાથે કરી લીધા લગ્ન તો પતિને લાગ્યો એવો આઘાત કે…

બિહારના અરરિયામાં એક શખ્શે સનસનીખેજ રીતે આત્મહત્યા કરી લીધી. શખ્સની પત્નીએ પાડોશના છોકરા સાથે લગ્ન કરી લીધા. જેને તે સહન ન કરી શક્યો અને રૂમ બંધ કરીને ઝેર ખાઈ લીધું. ઝેર ખાવા દરમિયાન તેણે ફેસબુક લાઈવ પર આવીને ન્યાયની માંગ કરી.

ફેસબુક લાઈવ જોયા બાદ કેટલાક લોકો તેના ઘર સુધી દોડ્યા અને પોલીસને સૂચના આપી. પોલીસની હાજરીમાં રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો તો, તે બેહોશ પડ્યો હતો. હેમંતને પહેલા અરરિયા સદર હૉસ્પિટલ અને બાદમાં કટિહાર મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો. પણ તેનું મોત થઈ ગયું.

આ તરફ મોતની ખબર સાંભળતા જ પત્ની અને તેનો નવો પતિ ફરાર થઈ ગયો છે. મૃતદેહને કટિહારથી સિમરાહા લઈ જવામાં આવ્યો. જ્યાંથી પોસ્ટમૉર્ટમ માટે અરરિયા મોકલી દેવામાં આવ્યો. હેમંત દિલ્લીમાં રહેતો હતો. જ્યારે તેને ખબર પડી કે તેની પત્ની મુન્નીએ પાડોશના જ છોકરા રાકેશ સાથે લગ્ન કરી લીધા છે તો હેમંત દિલ્લીથી ઘરે આવે ગયો અને પત્નીને પામવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે સફળ ન થયો.

હેમંત આ આઘાત સહન ન કરી શક્યો અને મોતને ગળે લગાવી લીધું. મરતા સમયનો તેનો ફેસબુક લાઈવ પરનો મરવાનો અને ન્યાય પામવાનો સંદેશ આખા વિસ્તારમાં જંગલમાં આગની જેમ ફેલાઈ ગયો. આ મામલે પોલીસે પ્રાથમિક મામલો દાખલ કર્યો છે.

You cannot copy content of this page