Only Gujarat

Bollywood

દેખાવમાં આ સ્ટાર કિડ્સ સામાન્ય માણસ કરતાં પણ જાય એવા પણ ફિલ્મમાં આવ્યા બાદ બદલાયો LOOK

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચામાં છે. આ સમયે સોશિયલ મીડિયા પર લોકો નેપો કિડસને ટ્રોલ કરી રહ્યાં છે. લોકોનો આરોપ છે કે, ભાઇ-ભતીજાવાદના કારણે સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી. સોશિયલ મીડિયા પર ફેન્સ નેપોટિઝ્મ પર કમેન્ટ કરી રહ્યાં છે. આ સાથે આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા,સોનમ કપૂર અને સારા અલીખાન સહિત કેટલાક નેપો કિડ્સની તસવીર વાયરલ થઇ રહી છે.

તસવીરમાં સોની રાજદાન સાથે આલિયાભટ્ટ, આલિયા ભટ્ટની આ તસવીર ફિલ્મમાં ડેબ્યૂ પહેલાની છે.

સોનાક્ષી સિન્હાના લૂકમાં પહેલા કરતા ઘણો ચેન્જ આવ્યો છે, સોનાક્ષીનું વજન પહેલા ઘણું વધુ હતું પરંતુ ‘દબંગ’ ફિલ્મ બાદ તેમણે ઘણું વજન ઉતાર્યું.

સુહાના ખાન શાહરૂખખાનની દિકરી છે. કહેવાય છે કે, તે બહુ જલ્દી ફિલ્મ એન્ટ્રી કરશે. સુહાનાની થોડા વર્ષ પહેલાની આ તસવીર છે.

સોનમ કપૂર સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલ થાય છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સોનમ કપૂર પર લોકોનો આરોપ છે કે તે તેમના પિતાનું નામ યુઝ કરી રહી છે.

સારા અલીખાન પણ ફિલ્મોમાં એન્ટ્રી કર્યા પહેલા સાવ અલગ જ દેખાતી હતી. જો કે તેણે પોતાનું વજન ઉતાર્યું અને ત્યારબાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી. સારા અલી ખાન એક્ટર સૈફ અલીખાન અને અમૃતાની દીકરી છે.

તસવીરમાં જાન્હવી કપૂરનો લૂક પણ એકદમ બદલાયેલો દેખાય છે. જાન્હવી કપૂર શ્રીદેવી અને બોની કપૂરની દીકરી છે.

કરણ જોહર પર પણ સ્ટારના બાળકોને સપોર્ટ કરવાનો આરોપ છે. આ કરણ જોહરની 90ના દશકની તસવીર છે. કરણ જોહર યશ જોહરના દીકરો છે.

ચંકી પાંડેની દીકરી અનન્યાએ ‘સ્ટૂડન્ટ ઓફ ઇયર 2’ થી બોલિવૂડની ડેબ્યૂ કર્યું હતું. અનન્યા પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહી છે.

You cannot copy content of this page