Only Gujarat

Bollywood

સંજુબાબાની પત્ની દિવસે દિવસે થતી જાય છે યુવાન, પતિ કરતાં છે આટલાં વર્ષ નાની

મુંબઈઃ સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું એક્ટિંગ કરિયર ખૂબ જ નાની રહી હતી. દત્ત ખાનદાનની વહૂ બનતા પહેલા માન્યતાએ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. લગ્ન બાદ તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું છોડી દીધું. માન્યતાનો જન્મ 22 જુલાઈ 1978માં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. પહેલા માન્યતાનું નામ દિલનવાઝ શેખ હતું. માન્યતાનો ઉછેર દુબઈમાં થયો હતો. માન્યતા જ્યારે બોલીવુડમાં આવી તો તેમણે પોતાનું નામ સારા ખાન રાખી લીધું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ જ નામથી જાણીતી હતી. પ્રકાશ ઝાની ફિલ્મમાં આઈટમ નંબર કર્યા બાદ તેણે પોતાનું નામ બદલીને માન્યતા રાખ્યું હતું,

માન્યતાએ સંજય દત્ત સાથે બીજા લગ્ન કર્યું. મેરાજ ઉર રહમાન તેમના પહેલા પતિ હતા પરંતુ એકબીજા સાથે તેમને ન ફાવ્યું. જેથી બંનેના છૂટાછેડા થઈ ગયા. પિતાના નિધન બાદ તમામ જવાબદારી માન્યતા ખભા પર આવી ગઈ હતી. એટલે તે પોતાનું ધ્યાન ફિલ્મો પર ન આપી શકી. આજે માન્યતા સંજય દત્ત પ્રોડક્શનની સીઈઓ છે.

સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલાનો જન્મ 1988માં થયો હતો. એ પ્રમાણે ત્રિશાલા અને માન્યતાની ઉંમરમાં માત્ર 10 વર્ષનો જ ફેર છે. માન્યતાને ઓળખ ત્યારે મળી જ્યારે તેણે પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં આઈટમ નંબર કર્યું. ફિલ્મના આઈટમ સોંગ ‘અલ્હડ જવાની’માં માન્યતા એ જબરદસ્ત ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.

માન્યતા એક સક્સેસફુલ હીરોઈન બનવા માંગતી હતી. પરંતુ તેને કોઈ મોટી ફિલ્મ ઑફર ન થઈ. તેણે B ગ્રેડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. માન્યતાની ફિલ્મ Lovers Like Usના રાઈટ્સ સંજય દત્તે 20 લાખમાં ખરીદ્યા હતા.

આ દરમિયાન એક મીટિંગમાં પહેલી વાર સંજય દત્ત અને માન્યતાની મુલાકાત થઈ. બંને વચ્ચે બાદમાં વાતનો સિલસિલો શરૂ થઈ ગયો. માન્યતા કોઈને કહ્યા વગર સંજય દત્તને મળવા જવા લાગી. તે સંજયને ઘણી વાર પોતાના હાથે બનાવીને જમાડતી હતી. તે સંજયની સાથે સાથે તેના પરિવાર વિશે પણ વિચારતી હતી. માન્યતાની આ વાતોએ જ સંજયનું દિલ જીતી લીધું. વર્ષ 2008માં સંજય અને માન્યતાએ લગ્ન કર્યાં. એ સમયે માન્યતાની ઉંમર માત્ર 29 વર્ષ હતી અને સંજય 50 વર્ષનો હતો.

You cannot copy content of this page