Only Gujarat

Bollywood FEATURED

સફેદવાળ અને ચહેરા પર નિશાન, આજે આવી દેખાય છે બોલિવૂડની આ હીરોઈન

મુંબઈઃ એક્ટ્રસ સમીરા રેડ્ડી ઘણાં સમયથી મોટા પડદાથી દૂર છે અને તેમના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. સમીરા રેડ્ડી પ્રૅગનન્સિ દરમિયાન તેમના વજનને લીધે ખૂબ જ ટ્રોલ થઈ હતી. એવામાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સમીરા રેડ્ડીએ તેમની બૉડી પર કોમેન્ટ કરનારા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

સમીરા રેડ્ડીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, ‘એક વર્ષના બાળકની માને મેસેજ કરીને કહ્યું કે, મા બન્યા પછી જાડી અને ખરાબ થઈ ગઈ છે. તેમની વાત સાંભળી મને લાગ્યું કે હું પણ આવા પ્રોબ્લેમ સામે લડી ચૂકી છું. મને ખબર છે કેવું લાગે છે.’ સમીરાએ વધુમાં કહ્યું કે, ‘બાળપણથી એક્ટ્રસ બનવા સુધી, બીજા સાથે મારી તુલના કરવામાં આવી છે. મારી બહેન પાતળી હતી. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મારા રંગ વિશે કહેવામાં આવ્યું હતું.’

સમીરા રેડ્ડી વીડિયોમાં કહે છે કે, ‘કોઈને પાતળ કહેવા, કોઈને જાડા કહેવા, કોઈને કાળા કહેવા, કોઈ દેખાવડું નથી એવું કહેવું. આપણે નેચરલ લૂક અપનાવવો પડશે.’ આ દરમિયાન સમીરા તેમના ચહેરા પર થયેલાં ખીલના નિશાન દેખાડે છે.

સાથે જ કહે છે કે, ‘મારું વજન વધ્યું છે. તેમણે પણ ખબર છે કે, આ સમયે તે બાળકો સાથે એન્જોય કરી રહી છે. લોકોએ સમજવું પડશે કે, સાચી ખુશી શું છે. ત્યારે ખુશ રહી શકાય છે.’

સમીરા રેડ્ડી દરેક માને પ્રેરિત કરતા કહે છે કે, ‘એક મા હોવાનું કર્તવ્યો પર ધ્યાન આપવું જોઈએ. લોકોની વાતો સાંભળી મેન્ટલ પ્રેશર લેવા કરતાં સારું છે કે, તમે ફોકસ કરો. દરકે મા પોતપોતાની રીતે સુંદર હોય છે.’

ઉલ્લેખનીય છે કે, સમીરા રેડ્ડીએ વર્ષ 2002માં તેમના કરિયરની શરૂઆત ફિલ્મ ‘મૈને દિલ તુઝકો દિયા’થી કરી હતી. આ પછી તેમને ‘રેસ’, ‘નો એન્ટ્રી’, ‘દે ધનાધન’ અને ‘તેજ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. સમીરા રેડ્ડીએ છેલ્લે વર્ષ 2013માં કન્નડ ફિલ્મમાં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સમીરા રેડ્ડી અત્યારે ફિલ્મોથી દૂર છે.

You cannot copy content of this page