Only Gujarat

FEATURED National

દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર વકીલ હરીશ સાલ્વેએ કર્યું ધર્મ પરિવર્તન ને કર્યા બીજા લગ્ન

ભારતના ભૂતપૂર્વ સોલિસીટર જનરલ અને સુપ્રીમ કોર્ટના સૌથી મોંઘા વકીલ હરીશ સાલ્વે બીજી વાર વરરાજા બન્યા છે. 65 વર્ષની વયે હરીશ સાલ્વે લંડનના કેરોલીન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા. લંડનના ચર્ચમાં એક સરળ સમારોહમાં બંનેએ એક બીજાનો હાથ થામ્યો હતો.

હરીશ સાલ્વેએ આ વર્ષે જ તેની પ્રથમ પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપી દીધા હતા. બંનેને બે પુત્રી છે.

હરીશ સાલ્વેની બીજી પત્ની, 56 વર્ષીય કેરોલિને પણ છૂટાછેડા લીધેલી છે.

હરીશ સાલ્વે દેશના સૌથી મોંઘા વકીલોમાંના એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સુનાવણી માટે લગભગ 5 લાખ રૂપિયા લે છે.

મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની, હરીશ સાલ્વે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ભારત વતી કુલભૂષણ જાધવની હિમાયત કરી ચૂક્યા છે.

હરીશ સાલ્વે જ તે વકીલ હતા, જેમણે કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાનને ત્રણ દિવસમાં જ આગોતરા જામીન અપાવ્યા હતા. એટલું જ નહીં, વોડાફોન, મુકેશ અંબાણી, રતન ટાટા અને આઈટીસી હોટેલોના કેસ પણ લડ્યા છે.

લંડનમાં રહેતા સાલ્વે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

You cannot copy content of this page