Only Gujarat

Bollywood FEATURED

‘સિંઘમ’ની આ એક્ટ્રેસ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, ફૂલોની માળા ને ટીકાથી સજી હતી સોળે શણગાર!

મુંબઈઃ અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’માં કામ કરનારી એક્ટ્ર્સ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરે તેના મંગેતર ગૌતમ કિચલૂ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કાજલના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયાં છે. ગુરુવારે મહેંદી સેરેમની પછી સાંજે હલદી લગાવવાની રશમનું આયોજન કરવામાં આવ્યું હતું. હલદી લગાવવા માટે કાજલ પીળા રંગના શૂટ અને ગોગલમાં જોવા મળી હતી. તેમણે ફૂલોના ઘરેણાં એટલે કે માગ તિલક, હાથમાં ગજરો અને ગળા પર હાર પહેર્યો હતો. તેમની હલદી સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે. હલદી લગાવ્યા પહેલાં કાજલે ઢોલના તાલે ખૂબ જ ડાન્સ કર્યો હતો.

રિપોર્ટ્સ મુજબ કાજલ અને ગૌતમના પરિજનોએ લગ્નને એકદમ સાદી રીતે કરવાનો નિર્ણય લીધો છે. કાજલ અને ગૌતમ મુંબઈમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં સાત ફેરા ફરશે.

લગ્ન સાદી રીતે થવાના હોવા છતાં તેમના ઘરે જશ્નનો માહોલ છે અને ગુરુવારે કાજલની મહેંદીની રશમ યોજાઈ હતી.

ઇન્સ્ટાગ્રામ પર કાજલે પોતાની મહેંદી સેરેમનીનો ફોટો શેર કર્યો હતો, જેમાં તે ગૌતમના નાનમી મહેંદી જોઈ ખુશ લાગી રહી હતી. આ ફોટોમાં કાજલે લાઇટ ગ્રીન કલરનો શૂટ પહેર્યો હતો જેની સાથે તેને હેવી ઇયરિંગ્સ પણ પહેરી હતી. કાજલના આ ફોટો પર કમેન્ટ કરતાં તેમની બહેન નિશા અગ્રવાલે કહ્યું કે, ‘મેં સદકે જાવા.’

હલદી લગાવ્યાં પહેલાં કાજલના મંગેતરના નામની હાથમાં મહેંદી લગાવી ખૂબ જ ડાન્સ કર્યો. તેમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

ડાન્સ કરતી વખતે કાજલે હાફ સ્લીવ્સનો પીળા રંગનો શૂટ પહેર્યો હતો. એટલું જ નહીં તેમણે એક હાથમાં ગોલ્ડન કલરની ચૂડી પહેરી હતી અને ગોગલ્સ પણ પહેર્યાં હતાં.

હલદી સેરેમનીમાં કાજલના ફ્રેન્ડ્સ ઉપરાંત તેમના સંબંધી પણ સામેલ થયાં.

‘મગાધીરા’, ‘આર્યા 2’, ‘ડાર્લિંગ’, ‘મિસ્ટર પરફેક્ટ’, ‘વિવેગમ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી કાજલે વર્ષ 2019માં સ્વીકાર્યું હતું કે, તે એવા વ્યક્તિ સાથે લગ્ન કરશે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ન હોય.’

ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે સંગીતની રશમ થશે અને તે તે જ દિવસે કાજલ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

બહેનની હલદી સેરેમનીમાં નિશા અગ્રવાલ પિન્ક કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

You cannot copy content of this page