Only Gujarat

Bollywood FEATURED

લાખો રૂપિયાની આ બેગના દિવાના છે બોલિવૂડના આ સ્ટાર્સ

ફૅશન એસેસરીઝની વાત કરીએ તો ફીમેલ ફૅશન મુજબ સૌથી મહત્ત્વની એસેસરીઝ બૅગને માનવામાં આવે છે. જો તમારી પાસે લેટેસ્ટ ફૅશન બૅગ છે તો ન માત્ર તમને ટ્રેન્ડસેવી માનવામાં આવે છે પણ, તમારી સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ ખાસ બની જાય છે. ટ્રેન્ડ મુજબ અત્યારે ડિઓર બુક ટોટ બૅગ ખૂબ જ ચલણમાં છે. ક્વિંલ્ટડ અને ચેન સાથે જોડાયેલાં આ સ્લિંગ બેગ એક મોટી રેન્જમાં આવે છે. એકવાર એક સેલેબ્રિટી આવા સિઝનના લેટેસ્ટ બૅગ સાથે જોવા મળી હતી. આ પછી લોકોએ આ બૅગને ન માત્ર હાથોહાથ લીધા પણ, તેની ઘણી ડિમાન્ડ પણ વધી ગઈ હતી.

હૈલે બીબર
કૅનેડાની સુપર મૉડેલ હૈલે બીબર ખૂબ જ ફૅશનેબલ કહેવાય છે. ભલે પછી ચંકી સ્નીકર્સ હોય અથવા હૅન્ડબેગ, કોટ તે આ દરેકની ખાસ શોખિન પણ લાગે છે. હાલમાં જ તે બ્રાઇટ ગ્રીન શેડના બૅગ સાથે સ્પોટ થઈ હતી. આ પછી તે અલગ શેડના બીજા બૅગ સાથે પણ જોવા મળી હતી. જેમાં ચેઇનની જગ્યાએ ચામડાનો બેલ્ટ હતો અને તે આ દરમિયાન બ્લેક શેડની બૅગ સાથે જોવા મળી હતી. જે તેમના આઉટફિટ સાથે મેચ કરતાં હતાં. સ્પષ્ટ છે કે, બૅગ આ સુપર મૉડેલને કેટલા પસંદ છે.

દીપિકા પાદુકોણ
જાણિતી એક્ટ્રસ દીપિકા પાદુકોણ પણ પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે ખાસ ફૅમશ છે. તે ફૅશન વર્લ્ડમાં ટ્રેન્ડસેટર માનવામાં આવે છે. હાલમાં જ દીપિકા એક ડાર્ક ચોકોલેટ શેડની ચેઇન સ્લિંગ બૅગ સાથે સ્પોટ થઈ હતી. હાલમાં જ દીપિકા પાદુકોણ એરપોર્ટ પર લગભગ બે લાખ રૂપિયાની કિંમતની આ બૅગ સાથે સ્પોટ થઈ હતી.

કરીના કપૂર ખાન
મોંઘા સ્ટાઇલિશ બૅગ્સ સાતે જોવા મળતી બૉલિવૂડની એક્ટ્રસમાં કરીના કપૂર ખાનનું નામ પણ સામેલ છે. કરીના કપૂર હૈલે બીબર જેવી જ બૅગ સાથે જોવા મળી હતી. આ સાથે તેમણે મેચિંગ રાજદીપ રાણાવતનો ડિઝાઈનર કફ્તાન પણ પહેર્યો હતો. જો કે, આ મોંઘી બૅગ સાથે ખાસ મેચ થતો હતો. આ બૅગની કિંમત લગભગ પોણા ત્રણ લાખ રૂપિયા છે.

રોજી હંટિગટન વ્હાઇટલે
આ ઉપરાંત અમેરિકી સુપર મૉડેલ રોજડી હંટિગટન પણ મોંઘા બેગની ખૂબ જ શોખિન માનવામાં આવે છે અને ઘણીવાર તે સ્ટાઇલિશ બૅગ સાથે સ્પોટ થઈ છે. હાલમાં જે બૅગ સાથે તે જોવા મળી તે એકદમ દીપિકા પાદુકોણના બૅગનું બીજુ વર્ઝન હતું. બ્લેક જીન્સ સાથે મેચિંગ બે ન માત્ર તેમને ખૂબ જ સ્ટાઈલિશ બનાવતું હતું પણ, આ લુક ખૂબ જ પસંદ પણ કરવામાં પણ આવ્યો હતો.

You cannot copy content of this page