Only Gujarat

Business FEATURED

બેંકના કામકાજ હોય તો જલ્દીથી પતાવી લો, નવેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ

નવો મહિનો એટલે કે નવેમ્બર શરૂ થઈ ગયો છે. આ નવા મહિનામાં દિવાળી, છઠ, ગુરુ નાનક જયંતિ જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે. દેખીતી રીતે, સામાન્ય મહીનાની સરખામણીએ આ વખતે બેંકોમાં રજાઓ પણ વધારે છે. તો ચાલો જાણીએ કે, નવેમ્બરમાં ક્યારે-ક્યારે બેંકો બંધ રહેશે.

મહિનાનાં પહેલાં દિવસે એટલેકે 1 નવેમ્બરે રવિવાર છે, જે સાપ્તાહિક રજાનો દિવસ છે. આ દિવસે બેંકો બંધ રહે છે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં બેંકોને કોઈ રજા હોતી નથી. આ પછી, 8 નવેમ્બર, રવિવારના કારણે, બધા રાજ્યોની બેંકો માટે રજા રહેશે.

તો, બીજા અઠવાડિયામાં 13 નવેમ્બરના રોજ વાંગલા ઉત્સવને કારણે શિલોંગની બેંકો બંધ રહેશે. આ પછી, 14 નવેમ્બર, દિવાળી અમાવસ્યા (લક્ષ્મી પૂજન) અને 15 નવેમ્બર, રવિવારે બધા રાજ્યોની બેંકો માટે રજા રહેશે. તો, ભાઈબીજ 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે, તેથી મોટાભાગના રાજ્યોમાં બેંકો કાર્યરત રહેશે નહીં.

17 અને 18 નવેમ્બરના રોજ સિક્કિમની બેંકોની કામગીરીને અસર થઈ શકે છે. વાસ્તવમાં, દિવાળી અહીં 16 થી 18 નવેમ્બર સુધી ઉજવવામાં આવશે. 20 અને 21 નવેમ્બરના રોજ, છઠના તહેવારને કારણે બિહાર અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે. 22 નવેમ્બર રવિવાર હોવાને કારણે બેંન્કો તમામ રાજ્યોમાં બંધ રહેશે.

બેંકો 23 નવેમ્બરના રોજ શિલોંગમાં બંધ રહેશે, જ્યારે 28 નવેમ્બરના ચોથા શનિવારે મોટાભાગના રાજ્યોમાં રજા રહેશે. 29 નવેમ્બરે રવિવાર છે, જ્યારે 30 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ / કાર્તિક પૂર્ણિમા છે. આ દિવસે પણ મોટાભાગના રાજ્યોની બેંકોમાં કોઈ કામકાજ રહેશે નહીં.

You cannot copy content of this page