Only Gujarat

FEATURED Sports

હાર્દિક પંડ્યાનો લાડલો થયો ચાર મહિનાનો, દીકરાનો રૂમ છે એકદમ હટકે, જુઓ તસવીરો

મુંબઈઃ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ઘણીવાર પોતાના દીકરા અગસ્ત્યની તસવીરો શેર કરતા રહે છે. હવે તેમણે દીકરાનો સ્ટાઈલિશ અને ક્યૂટ રૂમની તસવીરો શેર કરી છે. નતાશાએ આ અંગે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

હાર્દિક અને નતાશાનો લાડકવાયો અગસ્ત્ય 4 મહિનાનો થઈ ગયો છે. નતાશાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં રૂમમાં વોલપેપર જોઈ શકાય છે, જે કાર થીમ પર આધારિત છે. આ કારની ખાસ વાત એ છે કે, વર્ષ 2006માં ડિઝ્ની પિક્ચર ફિલ્મમાં એક રેસમાં આવી કાર જોવા મળી હતી. દિવાલ પર પિકઅપ ટ્રક મેટર અને સુપરફાસ્ટ લાઈટનિંગ મૈકક્વિન છે. આ ઉપરાંત રૂમમાં એક નાનું સ્ટ્રોલર પણ જોવા મળ્યું હતું.

હાર્દિક પંડ્યા છેલ્લા 2 મહિનાથી વધુ સમય આઈપીએલમાં વ્યસ્ત હતો. આ દરમિયાન નતાશા અને અગસ્ત્ય ભારતમાં તેનાથી દૂર હતા. નતાશા હાર્દિકને ઘણું મિસ કરી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટા પર ઘણી પોસ્ટ પણ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, તે અને અગસ્ત્ય બંને તેને (હાર્દિકને) મિસ કરી રહ્યાં છે.

અગાઉ હાર્દિક પંડ્યા પર ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં પોતાના દીકરા સાથે જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાનો આ ક્યૂટ વીડિયો ફેન્સને ઘણો ગમ્યો હતો. તે આ વીડિયોમાં દીકરા સાથે રમતો જોવા મળ્યો હતો. તે દીકરાને હાઈવ-ફાઈવ કરતો જોવા મળ્યો હતો.

થોડીવાર બાદ હાર્દિક કહે છે કે,‘ચલો અબ સો જાઓ ડેડી જા રહે હૈ’. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે,‘અગસ્ત્ય સાથે રમવાનો આ સમય. આ એ વસ્તુ છે, જેને સૌથી વધુ મિસ કરી રહ્યો છું. હું આ દિવસ આખી જીંદગી યાદ રાખીશ.’

ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને નતાશાએ 2020ના પ્રારંભમાં સગાઈની જાહેરાત કરી હતી. હાર્દિકે દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું અને સગાઈની અંગૂઠી પહેરાવી હતી. આ વર્ષે 30 જુલાઈના નતાશાએ દીકરાને જન્મ આપ્યો હતો.

You cannot copy content of this page