Only Gujarat

FEATURED National

નવરાત્રિમાં માતાનો થયો એવો કોપ કે સગીર વયની આ 2 બહેનપણીઓએ છોડી દીધી એકસાથે દુનિયા

લલિતપુર (ઉત્તર પ્રદેશ): સમગ્ર દેશમાં જ્યારે દશેરાની ઉજવણી કરવામા આવી રહી હતી ત્યારે જ ઉત્તર પ્રદેશના લલિતપુરમાં આ દિવસ કાળ બનીને આવ્યો હતો. અહીં ઘરોમાં ખુશીના બદલે માતમનો માહોલ છવાયો હતો. બાળપણથી મિત્ર રહેલી 2 યુવતીઓ તળાવમાં નહાતા સમયે ડૂબી જતા તેમના મોત થયા હતા. આ અંગે ગામમાં જાણ થતા જ સમગ્ર ગામમાં માતમ છવાયો હતો.

15-20 યુવતીઓ સામે બંને યુવતીઓ મોતના મુખમાં સમાઈ
આ દુઃખદ ઘટના લલિતપુર જીલ્લાના બંટ ગામમાં રવિવારે બની હતી. જ્યાં 15-20 યુવતીઓ ગામની બહાર તળાવમાં નહાવા પહોંચી હતી. આ સમયે 2 સગીર યુવતીઓ આસ્થા ઉર્ફ શુભી અને નેન્સી જોત-જોતામાં ડૂબી ગઈ. ઘટના સ્થળે રહેલા લોકોએ તેમને બચાવવામાં તળાવમાં કૂદકો માર્યો અને ઘણા સમય સુધી શોધ કર્યા બાદ તેમને બહાર કાઢવામાં આવી. બંનેને લોકો હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા, જોકે ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કરી હતી.

મિત્રોને યાદ કરી રડતી રહી ગામની યુવતીઓ
દશેરાની તૈયારીઓના સમયે જ આ દુર્ઘટનાને કારણે સમગ્ર ગામમાં ગમનો માહોલ છવાયો હતો. જ્યાં એક તરફ લોકો હસતા-હસતા તહેવારની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યાં હતા ત્યાં તમામના ચેહરા પર ઉદાસી જોવા મળી રહી હતી. જે યુવતીઓએ પોતાની સાથી મિત્રોને ડૂબતી જોઈ તેમના રડી-રડીને હાલ બેહાલ થયા હતા અને તેમને એ વાતનો અફસોસ હતો કે તેઓ પોતાની મિત્રોને બચાવી શકી નહીં.

દીકરીઓના મૃતદેહ જોઈ બંનેના ઘરે પરિવારજનોના હાલ બેહાલ જોવા મળ્યા હતા. લોકોએ કહ્યું કે, આ તો કેવો દશેરા છે કે જ્યાં અમે રાવણના પૂતળાના દહનની તૈયારી કરી રહ્યાં હતા ત્યાં અમારે દીકરીઓના અગ્નિદાહની તૈયારીઓ કરવી પડી રહી છે. આ વર્ષનો તહેવાર ગામવાસીઓ માટે કાળ બનીને આવ્યો હતો.

You cannot copy content of this page