Only Gujarat

Bollywood FEATURED

કોરોના વચ્ચે મુંબઈની ગલીઓમાં દેખાયા બોલિવૂડ સેલેબ્સ, જુઓ તસવીરો

મુબંઈઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 1.24M કરતા વધારે છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક – 2 લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં મંદિર, મૉલ અને ઇન્ડસ્ટ્રી નિયમો સાથે શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં સરકારની ગાઇડલાઇન મુજબ ફિલ્મ, સિરિયલ અને વેબ સિરીઝના શૂટિંગ શરૂ કરવામાં આવ્યા છે. એવામાં બોલિવૂડ સેલેબ્સ પણ હવે ઘરની બહાર નીકળી રહ્યા છે. મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ મલાઇકા અરોરા, રણબીર કપૂર, અનિલ કપૂર, કૃતિ સેનન, આદિત્ય રૉય કપૂર સહિતના સેલેબ્સ સ્પૉટ થયા હતા.

મલાઇકા અરોરા બાંદ્રામાં સ્પૉટ થઈ હતી. આ દરમિયાન તેમને પાતળી સ્ટ્રીપવાળું બ્લેક કલરનું ટૉપ અને લૉઅર પહેર્યું હતું. મલાઇકાના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જોવા મળી રહી હતી અને તેમણે મેકઅપ પણ નહોતો કર્યો. મલાઇકાએ તેમના ડ્રેસને લીધે ખરાબ કોમેન્ટ્સ મળી રહી છે. એક યુઝરે કહ્યું કે, ‘ફેશન સાથે કપડાંનું પણ ધ્યાન રાખો મેડમ’ તો અન્ય એક યુઝરે કહ્યું કે, ‘પ્લીઝ આને કોઈ સરખા કપડાં આપો.’

રણબીર કપૂર ચહેરા પર કપડું બાંધી મુંબઈના રોડ પર સાઇકલ ચલાવતો જોવા મળ્યો હતો.

નીતૂ સિંહ તેમનાં ચહેરા પર માસ્ક લગાવીને ક્લિનિકની બહાર જોવાં મળી હતી.

જેકી શ્રોફ બાંદ્રામાં જોવા મળ્યો હતો. તેમને માથા પર કેપ, ચહેરા પર માસ્ક અને વ્હાઇટ ટી-શર્ટ કેરી કરી રાખ્યું હતું.

અનિલ કપૂર ગ્રાઉન્ડ પર દોડતાં જોવાં મળ્યાં હતાં.

કૃતિ સેનન પણ કોઈ પ્રોડ્યુસર સાથે મીટિંગ કરવાં માટે પહોચી હતી.

બ્લેક અને વ્હાઇટ સાડીમાં વિદ્યા બાલન પણ તેમની અપકમિંગ ફિલ્મનું પ્રમોશન કરવાં પહોંચી હતી.

આદિત્ય રૉય કપૂર જૂહુના ડબિંગ સ્ટૂડિયો પહોંચ્યો હતો.

ટીવીના રામ-સીતા એટલે કે, ગુરમીત ચૌધરી અને દેબોલિના ઘણાં દિવસો પછી ઘરની બહાર વૉક કરવાં નીકળ્યા હતાં.

અમીષા પટેલ શૉટ્સ, હાફ ટી-શર્ટ અને ચહેરા પર માસ્ક પહેરી ભગવાનના દર્શન કરવાં પહોંચી હતી.

વિક્કી કૌશલ હેર કટ કરાવવા સલૂન પહોંચ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page