Only Gujarat

Bollywood

પહેલી ફિલ્મ દરમિયાન આવો હતો આ એક્ટ્રસનો લૂક, હવે આવ્યો છે આટલો બદલાવ

મુંબઈઃ અનેક ફેસમ એક્ટ્રસનો લૂક બૉલિવૂડમાં એન્ટ્રી કર્યાં પહેલાં અલગ હતો. ફિલ્મોમાં આવ્યા પછી તેમનો લૂક અને લાઇફસ્ટાઇલ પણ બદલાઈ ગઈ. આ એક્ટ્રસે બૉલિવૂડમાં કરિયર બનાવ્યા પહેલાં તેમના ફિઝિક્સ પર ફોકસ કર્યું અને આ પછી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આજે અમે તમને એવી એક્ટ્રસ વિશે જણાવીશું જેમની પહેલી ફિલ્મનો લૂક અત્યાર કરતાં સાવ અલગ હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચનને સ્કૂલ ટાઇમથી જ મૉડેલિંગની ઑફર મળવાની શરૂ થઈ ગઈ હતી અને તેમને સૌથી પહેલાં એડ ફિલ્મ નૌવી ક્લાસ કરી હતી. ઐશ્વર્યાએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 1997થી કરી હતી. ઐશ્વર્યાએ પહેલાં તમિલ ફિલ્મ ‘ઇરુઅર’માં કામ કર્યું હતું. આ દરમિયાન ઐશ્વર્યાનો લૂક ખૂબ જ અલગ હતો. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય ત્યારે મિસ વર્લ્ડ પણ બની હતી.

કાજોલ
કાજોલે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ ‘બેખુદી’થી કરી હતી. જેમાં તેમને રાધિકાનો રોલ પ્લે કર્યો હતો. કાજોલની સુંદરતા દરરોજ વધતી જતી હતી. કાજોલનો આ ફોટો તે વાતનું સબૂત છે. તે સમયે કાજોલ અત્યાર કરતાં ખૂબ જ અલગ દેખાતી હતી.

માધુરી દીક્ષિત
પોતાની સ્માઇલના દરેકને દીવાના કરનાર માધુરી દીક્ષિતની સુંદરતા આગળ આજકાલની એક્ટ્રસ પણ ફેલ છે. 53 વર્ષી માધુરીને જોઈ તેમની ઉંમરનો અંદાજ લગાડવો મુશ્કેલ છે. માધુરી દીક્ષિતે 1984માં ફિલ્મ ‘અબોધ’માં એક દુલ્હનનો રોલ સાથે તેમના કરિયરની શરૂઆત કરી હતી. આ ફોટોમાં જોવો માધુરીનો તે સમયનો લૂક.

રવીના ટંડન
રવીના ટંડનનું નામ એવી એક્ટ્રસમાં સામેલ છે, જેમણે બોલિવૂડના ત્રણેય ખાન એટલે કે, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે કામ કર્યું હોય. રવીનાએ વર્ષ 1991માં ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

બિપાશા બાસુ
બિપાશા બાસુએ ફિલ્મ ‘અજનબી’થી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં બિપાશા ઉપરાંત બૉબી દેઓલ, અક્ષય કુમાર અને કરીના કપૂર પણ હતાં. બિપાશાની પહેલી લીડ એક્ટ્રસ તરીકે ફિલ્મ ‘રાજ’ (2000), જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page