Only Gujarat

Bollywood FEATURED

ક્યારેક આવો દેખાતો હતો ફેમસ ‘વિલન’, હાલની તસવીર જોઈને નહી થાય વિશ્વાસ

મુંબઈઃ સ્ટન્ટ સીન્સ સાઉથની ફિલ્મોનો જીવ હોય છે અને દર્શક તેને ખૂબ જ પસંદ પણ કરે છે. આ કારણે સાઉથની દરેક ફિલ્મોમાં સ્ટન્ટ સીન જરૂર હોય જ છે. સાઉથની ફિલ્મોમાં સ્ટન્ટમેનની વાત કરીએ તો સૌથી પહેલું નામ એક્ટર રાજેન્દ્રનનું આવે છે. 1 જૂન, 1957માં તામિલનાડુના થોત્તુકુડીમાં જન્મેલા રાજેન્દ્રનનું આખું નામ મોટ્ટા રાજેન્દ્રન છે. તે સાઉથની લગભગ 500 ફિલ્મોમાં સ્ટન્ટમેન તરીકે કામ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, એક દુર્ઘટનાને લીધે તેમના શરીર પર એક પણ વાળ રહ્યો નથી.

રાજેન્દ્રન દેખાવમાં સામાન્ય લોકો કરતાં સાવ અલગ છે. તેમના શરીર પર એક પણ વાળ બચ્યો નથી. એવું જન્મથી જ નથી, પણ તેની પાછળ પણ એક રૂવાટાં ઊભા કરી દે તેવી દુર્ઘટના છે. એક મલયાલમ ફિલ્મના શૂટિંગ દરમિયાન કલપેટ્ટામાં રાજેન્દ્રને સ્ટન્ટ કરતી વખતે બાઈક સાથે પાણીમાં કૂદવાનું હતું. જોકે, પછીથી જાણ થઈ કે તે જે પાણીમાં કૂદ્યા હતાં તે પાણીમાં કોઈ કંપનીએ કેમિકલ વેસ્ટ નાંખ્યો હતો.

આમ કેમિકલવાળા પાણીમાં કૂદવાને લીધે તેમના શરીરમાં રિએક્શન આવ્યું હતું, જેમાં તેમના આખા શરીરમાં એક પણ વાળ બચ્યો નહીં. એટલું જ નહીં તેમની નેણ અને માથાના વાળ પણ બચ્યા નહીં.

કેમિકલવાળી દુર્ઘટના પછી તેમને અલોપીસિયા યૂનિવર્સેલિસ ડિસઓર્ડર થયો હતો. જેમાં તેમના શરીરના બધાં વાળ ખરી ગયા હતાં અને હવે નવાં વાળ પણ આવતાં નથી.

રાજેન્દ્રને સાઉથની 500થી વધુ ફિલ્મમાં બૉડી ડબલ અને સ્ટન્ટમેન તરીકે કામ કર્યું છે. જોકે, પછી તે એક્ટિંગની દુનિયામાં છવાઈ ગયા હતાં. આ દરમિયાન તેમને વિલનથી લઈ કોમેડિયન સુધીના રોલ કર્યા છે.

રાજેન્દ્રને તેમના કરિયરની શરૂઆત 1992માં આવેલી ફિલ્મ ‘અમારન’થી કરી હતી. જોકે, તેમાં તેમને ક્રેડિટ મળી નહોતી.

રાજેન્દ્રને ‘જેન્ટલમેન’, ‘ થલાઇમગન’, ‘નાન કડાવુલ’, ‘બૉસ અંગિરા ભાસ્કરન’, ‘થમ્બી અર્જુન’, ‘અમ્બુલી’, ‘રાજા રાની’, ‘થિરુદન પુલિસ’, ‘કંચના 2’, ‘માસ’, ‘નાનુમ રાઉડીધાન’, ‘વેદાલમ’, ‘થેરી’, ‘રેમો’, ‘ભૈરવા’, ‘મર્સેલ’, ‘વીરા’, ‘નેત્રા’, ‘ગોરિલ્લા’ ‘’ને ‘જૅકપોટ’ જેવી મુખ્ય ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page