Only Gujarat

Bollywood FEATURED

23 વર્ષમાં આટલી બદલાઈ ‘બોર્ડર’ ફિલ્મની સ્ટાર કાસ્ટ, જુઓ પહેલા-અત્યારની તસવીરો

મુંબઈઃ દર વર્ષે ભારતીય સિનેમાઘરોમાં અનેક ફિલ્મો રિલીઝ થાય છે. રિલીઝ થતી ફિલ્મોના લાંબા લિસ્ટમાં માત્ર બોલિવૂડ જ નહીં પણ, સાઉથ, રીજનલ અને હૉલિવૂડની ફિલ્મો સામેલ છે. આ દરેકમાંથી અમુક ફિલ્મો ઇતિહાસ રચે છે. એવી જ એક ફિલ્મ ફિલ્મ છે ‘બોર્ડર’, આજે પણ વૉર ફિલ્મોની વાત થાય ત્યારે સૌથી પહેલાં ફિલ્મ ‘બોર્ડર’નું જ નામ યાદ આવે છે. 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોર્ડર’ ભારત – પાકિસ્તાન વચ્ચે થયેલાં 1971ના યુદ્ધ પર આધારીત હતી. ‘બોર્ડર’ ફિલ્મને જે.પી. દત્તાએ ડિરેક્ટ કરી હતી. ‘બોર્ડર’ ફિલ્મના ગીત અને ડાયલોગ્સ ખૂબ જ ફેમસ થયાં હતાં. 13 જૂન, 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોર્ડર’ને 25 વર્ષ પૂરાં થઈ ગયા છે. ત્યારે અમે તમને ફિલ્મની સ્ટારકાસ્ટના લૂક કેટલા બદલાયા છે તેના વિશે જણાવીએ.

સની દેઓલ
‘બોર્ડર’ ફિલ્મમાં સની દેઓલે મેજર કુલદિપસિંહ ચાંદપુરીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં સની દેઓલનો ‘મથુરા દાસ’વાળો ડાયલોગ આજે પણ અનેક લોકો મજાકમાં ઓફિસની રજા માટે ઉપયોગ કરે છે.

સુનિલ શેટ્ટી
સુનિલ શેટ્ટીએ ‘બોર્ડર’ ફિલ્મમાં કેપ્ટન ભૈરોસિંહનો રોલ પ્લે કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મે તે સમયે 40 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

અક્ષય ખન્ના
અક્ષય ખન્નાએ ફિલ્મમાં લેફ્ટિનેન્ટ ધર્મવીરસિંહનો રોલ પ્લે કર્યો હતો. ‘બોર્ડર’ ફિલ્મનું ‘સંદેશે આતે હૈ’ સુપરહિટ થયું હતું. આજે પણ લોકોને આ ગીત ખૂબ જ પસંદ છે.

જેકી શ્રોફ
‘બોર્ડર’ ફિલ્મમાં જેકી શ્રોફે વિંગ કમાન્ડર એન.ડી બાજવાનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં એક્શન સીન ખૂબ સારી રીતે શૂટ કરવામાં આવ્યા હતાં. આ ફિલ્મમાં જેકી શ્રોફે ફરી સાબિત કર્યું હતું કે શ્રેષ્ઠ અભિનેતા છે.

પૂજા ભટ્ટ
‘બોર્ડર’ ફિલ્મમાં પૂજા ભટ્ટે કમલાનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં પૂજા ભટ્ટના કમલાવાળા રોલને ખૂબ જ પસંદ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની દીકરી અને આલિયા ભટ્ટની મોટી બહેન છે. પૂજા ભટ્ટ જલદી જ સડક 2 ફિલ્મમાં જોવા મળશે.

પુનિત ઇસ્સર
પુનિત ઇસ્સરે ‘બોર્ડર’ ફિલ્મમાં સૂબેદાર રતનસિંહનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં એક ફોજીના જીવનને ફોજીની દૃષ્ટીએ બતાવવામાં આવ્યું હતું.

તબ્બૂ
‘બોર્ડર’ ફિલ્મમાં તબ્બૂએ મેજર કુલદિપસિંહની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તબ્બૂની એક્ટિંગ લોકોને ખૂબ જ પંસદ આવી હતી.

You cannot copy content of this page