Only Gujarat

Bollywood

ત્રણ મહિના બાદ સુસ્મિતાના ભાઈ પત્ની પાસે ફર્યો પરત, અંતે પાછા ભેગા થયા

મુંબઈ: સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારૂ અસોપાના જીવનમાં છેલ્લા 3 મહિનામાં ભૂકંપ આવ્યો હતો. જો કે હવે એવું લાગી રહ્યું છે કે તે થંભી ગયો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ એકલા રહેતા હતા, પરંતુ હવે તેઓ ફરીથી એક થઈ ગયા છે અને રાજીવ સેન દિલ્લીથી પત્ની ચારૂ પાસે આવી ગયા છે.

રાજીવ અને ચારૂ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, સાથે લખ્યું છે, ‘બંને હવે સાથે છે અને પહેલાથી વધુ મજબૂત સંબંધો તરફ છે.’ રાજીવ સેને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને કેપ્શન આપ્યું હતું, એકસાથે અને મજબૂત, હું પોતાની પત્નીને પ્રેમ કરું છું. જેના પર ચારૂએ કમેન્ટ કરી કે, અને હું મારા પતિને પ્રેમ કરું છું.

તો, ચારૂએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી અને કેપ્શન લખ્યું કે, તમને ખૂબ જ મિસ કર્યા. જેના પર રાજીવ સેને કમેન્ટ કરીને કહ્યું કે, મે તને વધુ મિસ કરી.

છેલ્લા 3 મહિનાથી ચારૂ અને રાજીવ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો હતો. બંનેએ પહેલા લગ્ન અને સગાઈની તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી ડીલીટ કરી અને બાદમાં એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવવાના શરૂ કરી દીધા હતા. બંને વચ્ચે કંપેટિબિલિટીને લઈને ખૂબ જ ઈસ્યૂઝ સામે આવ્યા અને ત્યાં સુધી કે સંબંધ હવે તૂટવાનો છે, પરંતુ સારી વાત એ છે કે હવે બંને સાથે છે.

ઉલ્લેખનીય છે કે પત્ની ચારૂ અસોપા સાથેના સંબંધોમાં તણાવ બાદ રાજીવ 3 મહિના પહેલા દિલ્લી ગયો હતો. બંનેએ 7 જૂને લગ્નની એનિવર્સરી પર એકબીજાને વિશ પણ નહોતું કર્યું. જે બાદ રાજીવે ચારૂ માટે કહ્યું કે, કોઈ તેનું બ્રેઈનવૉશ કરી રહ્યું છે. જ્યારે ચારૂએ કહ્યું કે, કોઈ તેનું બ્રેઈનવૉશ નથી કરી રહ્યું. તે ખુદ પોતાના નિર્ણયો લઈ શકે છે.

જો કે, ગણેશ ચતુર્થીના મોકા પર એ સાફ થઈ ગયું હતું કે બંને વચ્ચે સંબંધો સારા થઈ રહ્યા છે. ત્યારે ચારૂની તસવીર પર રાજીવે કમેન્ટ કરી હતી, ‘પતિ તારી પાસે આવી રહ્યો છે, જલ્દી જ.’ ઉલ્લેખનયી છે કે, 7 જૂન 2019ના દિવસે ગોવામાં લગ્ન કર્યા હતા.

You cannot copy content of this page