Only Gujarat

Bollywood

હાર્દિક પંડ્યા અને નતાશાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની આ તસવીરો તમે નહીં જોઈ હોય

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેંકોવિકે ગત વેલેન્ટાઈ પર ઉદયપુરમાં સપનાંની જેમજ લગ્નને રિક્રિએટ કર્યાં હતાં. હાર્દિકે તેના ફેન્સ સાથે આની તસવીરો શેર કરી છે, જેમાં જોવા મળે છે કે, બંનેએ હિંદુ અને ખ્રીસ્તી એમ બંને રીતિ-રિવાજોથી લગ્ન કર્યાં છે.

હાર્દિક અને નતાશાની કેમેન્ટ્રી છે એકદમ રોમેન્ટિક
આ કપલે 14 ફેબ્રુઆરીના રોજ બીજીવાર લગ્ન કર્યાં છે, કપલે લગ્નની મહેંદી સેરેમનીની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

દીકરો અગત્સ્ય છે ખૂબજ ક્યૂટ
14 ફેબ્રુઆરી, વેલેન્ટાઈન ડેના દિવસે કપલે ઉદયપુરમાં ફરીથી લગ્ન કર્યાં છે. આ પહેલાં કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020 માં બંનેએ રજિસ્ટર્ડ લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરો પણ છે, જેનું નામ અગત્સ્ય છે.

ક્રિશ્ચિયન વેડિંગ આઉટફિટમાં જોવા મળ્યું કપલ
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેંકોવિકે ઉદયપુરમાં ક્રિશ્ચિયન રીતે લગ્ન કર્યાં, આ દરમિયાન વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ ડ્રેસમાં લગ્ન કર્યાં અને બધી રસમો પૂરી કરી.

હિંદુ રીતિ-રિવાજોથી પણ લગ્ન કર્યાં
તો બીજી તરફ બંનેએ હિંદુ રીતિ-રિવાજો અનુસાર પણ લગ્નની રસમો કરી. જેમાં નતાશાએ લહેંગા ચોળી, જ્યારે હાર્દિકે શેરવાની પહેરી છે.

તસવીરો વાયરલ બની મહેંદી સેરેમનીની
તેમનાં લગ્નની મહેંદી અને પીઠીની રસમની તસવીરો અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ બની છે.

નતાશા-હાર્દિકનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
ઉદયપુરમાં ભવ્ય લગ્ન બાદ, આ કપલે ઈંસ્ટાગ્રામ પર તેમના લગ્નની કેટલીક સુંદર-સુંદર તસવીરો શેર કરી છે.

પીઠીની રસમની તસવીરો શેર કરી
મહેંદી અને પીઠીની રસમ માટે ટીમ ઈન્ડિયાના ટી-20 કેપ્ટને ગુલાબી અને સફેદ રંગનો લહેરીયા ડિઝાઈનનો કૂર્તો પહેર્યો હતો, જેની સાથે તેણે સફેદ પાઈજામો પહેર્યો હતો.

પીળા ડ્રેસમાં જોવા મળ્યો નતાશાનો સ્ટનિંગ અંદાજ
પીળા ડ્રેસમાં નતાશા ખૂબજ સુંદર દેખાઈ રહી હતી, જેની સાથે તેણે એક પીળું શોર્ટ ટૉપ પણ પહેર્યું હતું, જેની સાથે તેણે મલ્ટી કલરની ઝાલરવાળો કેપ પહેરી હતી.

You cannot copy content of this page