Only Gujarat

FEATURED Gujarat

રસોડામાં રમતી વખતે બાળકીનું માથું કૂકરમાં ફસાયું, પરિવારનો જીવ પડીકે બંધાયો અને…

ભાવનગર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક બાળકીનું માથું પ્રેશર કૂકરમાં ફંસાઇ ગયું. અનેક પ્રયાસો કર્યા બાદ પણ ન નિકળતા બાળકીને કૂકર સાથે હોસ્પિટલ લઇ જવામાં આવી અહીં બાળકીને ઓક્સિજન લગાવી કૂકર કાપવું પડ્યું.

આ સમગ્ર ઘટના ભાવનગરના પિરછલ્લાની છે. અહીં રમત રમતમાં એક વર્ષની માસૂમ બાળકી પ્રિયાંશીનું માથુ પ્રેશર કૂકરમાં ફંસાઇ ગયું. ત્યારબાદ બાળકીના પરિવારજનોએ એ કૂકરને કાઢવા અનેક પ્રયાસો કર્યા પરંતુ તેઓ કૂકર કાઢી શક્યા નહીં. છેલ્લે બાળકીને હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી.

હોસ્પિટલમાં ડોક્ટરર્સે પોતાના તરફથી પણ અનેક પ્રયાસો કર્યો તેમ છતાં માથું કૂકરમાંથી બહાર નિકળી શક્યું નહીં. ત્યારબાદ ડોક્ટર્સે બાળકીને ઓક્સિજન લગાવ્યું જેથી તેને શ્વાસ લેવામાં કોઇ તકલીફ ન પડે. ત્યારબાદ વાસણ કાપનારાને બોલાવ્યો.

45 મીનિટની મથામણ બાદ વાસણ કાપનારા વ્યક્તિએ કટરની મદદથી કૂકરને કાપી બાળકીનું માથું બહાર કાઢ્યું. આ દરમિયાન બાળકીના માથા પર નાની-મોટી ઇજા પણ આવી છે.

હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે બાળકીને નાની-મોટી ઇજા આવી છે અને તેનું માથામાં સોજો આવ્યો હતો પરંતુ હાલ બાળકીને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. થોડા સમય બાદ બાળકીને ડિસ્ચાર્જ કરવામાં આવશે.

પરિવારજનોએ જણાવ્યું કે બાળકી રસોડામાં રમી રહી હતી એ દરમિયાન જોત જોતામાં તેણીએ પોતાના માથા પર કૂકર રાખી દીધું જે બાદમાં ફંસાઇ ગયું.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બાળકીના પરિવારના જ કેટલાક સભ્યો સાથે છૂપાવાની રમત કરી રહી હતી અને પોતાને પરિવારના અન્ય સભ્યોથી છૂપાવવા માટે પોતાનું માથુ કૂકરથી ઢાકવાનો પ્રયાસ કર્યો હશે.

બાળકીએ કૂકરને માથામાં નાખી લીધું અને તેનું માથું કૂકરમાં ફંસાઇ ગયું. જ્યારે બાળકી ઘણા સમય સુધી કંઇ બોલી નહીં તો પરિવારના સભ્યો તેને શોધવા લાગ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ પણ અનેક પ્રયાસ કર્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. આ દરમિયાન બાળકી ખુબ જ રડી રહી હતી. આનન-ફાનનમાં તે બાળકીને હોસ્પિટલ લઇ ગયા જ્યાં ભારે જહેમત બાદ કૂકર કાપી બાળકીને બચાવી લેવાઇ.

ડોક્ટર્સનું એવું પણ કહેવું છે કે આ મામલે તપાસ પણ કરવામાં આવશે કે બાળકીના મગજમાં કોઇ નસમાં બ્લડ સર્ક્યૂલેશનમાં કોઇ પ્રોબ્લેમ તો નથી આવી ને.

આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ ચર્ચા જાગી છે અને લોકોને પોતાના બાળકોનું ધ્યાન રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. આ ઘટનાની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે.

You cannot copy content of this page