Only Gujarat

Gujarat

સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, યંગ યુવતીઓ આ રીતે ગ્રાહકોને મોજ કરાવતી

સુરત શહેર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચના વેસુના એક સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડતા ભાગદોડ મચી ગઇ હતી. સોમેશ્વરા સર્કલ પાસેના કોમ્પ્લેક્ષના આર-વન સ્પામાં રેડ દરમિયાન થાઈલેન્ડની 6 યુવતીઓ મળી હતી અને 3 ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરાઈ હોવાનું મિસિંગ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

3 ગ્રાહક અને સંચાલકની અટકાયત
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળી આવેલી તમામ 6 યુવતીઓ થાઇલેન્ડની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ 3 ગ્રાહક અને એક સંચાલકની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

યુવતીઓને પરત મોકલવાની કાર્યવાહી શરૂ
વધુમાં જણાવ્યું હતું કે, તમામ યુવતી ટુરિસ્ટ વિઝા પર સુરત આવી હોવાનું અને ત્યારબાદ કામ કરતી હોવાનું હાલ બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ પોલીસે તમામ યુવતીઓને તેમના દેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.

1.41 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
યુવરાજ ગોહિલ (ACP,સાયબર સેલ) એ જણાવ્યું હતું કે, આર-વન સ્પા મસાજ પાર્લરમાં દેહવેપારનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી બાદ રેડ કરવામાં આવી હતી. જયાંથી પોલીસે 6 વિદેશી મહિલાઓને પકડી પાડવામાં આવી હતી.

સ્પામાંથી પોલીસે રોકડા રુપિયા 34400 તથા મોબાઈલ ફોન નંગ-5 જેની કુલ્લે કિંમત 1,04,000 તથા કુલ કોન્ડોમ નંગ 12, એક સ્વાઈપ કાર્ડ મશીન જેની કિં. રૂ. 3000 મળી કુલ્લે રુ 1,41,400 નો મુદ્દામાલ કબ્જે કરી ઉમરા પો.સ્ટે. માં ગુનો દાખલ કરવામા આવ્યો છે.

You cannot copy content of this page