Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં દિયરે કર્યું એવું કામ કે 65 વર્ષની ભાભીને આ ઉંમરે દુનિયાથી છૂપાવવું પડ્યું મોં

બરનાલાઃ પંજાબના બરનાલા જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં 55 વર્ષના દિયરે પોતાની 65 વર્ષની વૃદ્ધ ભાભી પર બળાત્કાર કર્યો. પોલીસે આરોપી દિયરને જેલ મોકલી દીધો છે. આ સિવાય ગામના અન્ય 3 લોકો પર પણ મહિલાએ રેપનો આરોપ લગાવ્યો. જો કે તપાસમાં તેઓ નિર્દોષ પુરવાર થયા.

બરનાલા જિલ્લાના સુખપુરા મૌડમાં એક દિયરે પોતાની ભાભી સાથે રેપ કર્યો. મહિલાએ ગામના જ અન્ય 3 લોકો પર પણ રેપનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસમાં તેઓ નિર્દોષ પુરવાર થયા. આ મામલામાં એસએસપી બરનાલાએ સીઆઈએ સ્ટાફ, ડીએસપી, મહિલા ઈન્સ્પેક્ટરની એક ખાસ ટીમ બનાવીને તપાસના આદેશ આપ્યા હતા. જેમાં 3 આરોપી નિર્દોષ નિકળ્યા, જ્યારે મહિલાનો દિયર દોષી. હાલ આરોપીને જેલ મોકલી દેવામાં આવ્યો છે.

65 વર્ષની મહિલા સાથે બળાત્કારઃ એસએચઓ અજૈબ સિંહનું કહેવું છે કે 10મેના દિવસે શહના પોલીસ સ્ટેશનમાં બળાત્કાર પીડિત બુઝુર્ગ મહિલાએ પોતાના દિયર અને ગામના 3 લોકો પણ રેપનો આરોપ લગાવ્યો હતો. તમામની સામે અલગ અલગ કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગામના 3 આરોપીઓએ એસએસપી બરનાલા સામે તપાસની માંગ કરી હતી.

આરોપીને પોલીસે જેલ મોકલ્યોઃ જે બાદ ઉચ્ચાધિકારીઓએ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી. જેણે મામલાની ગંભીરતાથી તપાસ કર્યા બાદ રિપોર્ટ એસએસપીને સોંપ્યો. જેમાં મહિલાનો દિયર દોષીત હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય 3 આરોપીની કોઈ ભૂમિકા સામે નહોતી આવી.

You cannot copy content of this page