Only Gujarat

FEATURED International

નોકરી નથી? તો આ કામ કરીને અઠવાડિયે મેળવો સાડા સાત લાખ રૂ., પણ આ કામ માટે જોઈએ જબરી હિંમત

આ સ્ટોરીનું હેડિંગ વાંચીને આપને લાગતું હશે કે, મજાક થઇ રહ્યો છે. એવું તે ક્યારેય શક્ય બને કે કોઇ પોટી કરવાના બદલે 7 લાખ રૂપિયા આપે,. દરેક લોકો સવારમાાં આ કામ કરે જ છે. તો આ કામનો કોઇ શા માટે 7 લાખ રૂપિયા આપે. જો કે આ મજાક નથી. આ વાત એકદમ સાચી છે. બીડેટ કંપની ટુશી એવા કર્મચારીની શોધમાં છે. જે તેના બધા જ પ્રોડક્ટસની ટેસ્ટિંગમાં મદદ કરે. આ કંપની ટોયલેટમાં ઉપયોગી વસ્તુઓ બનાવે છે. હવે આ કંપની લોકો માટે સૌથી કમ્ફર્ટેબલ ટોઇલેટ સીટ બનાવવા માંગે છે. આ સ્થિતિમાં તેમણે વેકેન્સી બહાર પાડી છે. જે તેમના બનાવેલા દરેક ટોયલેટ સીટ પર બેસીને પોટી કરીને બતાવે અને જણાવે કે કઇ સીટ તેમને સૌથી વધુ કમ્ફર્ટ લાગી? તો હવે એ પણ જાણો લો કે આ જોબ માટે આપ કેવી રીતે અપ્લાય કરશો.


સફળ ઉમેદવારને “વીપી ફોર ફેકલ મૈટર્સ”નું ફેન્સી જોબ ટાઇટલ મળશે અને તમને આ સેવા માટે સાડા સાત લાખ રૂપિયા આપવામાં આવશે. ઉમેદવાર માટે કેટલીક લાયકાત પણ નક્કી કરાઇ છે. જેમકે તેમને લેટેસ્ટ બાથરૂમ ટોઇલેટની જાણકારી હોવી જોઇએ. કઇ સીટ પર તેમને પોટી કરવી વધુ આરામદાયક લાગી. આ તમામ સીટના અનુભવ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરવાના રહેશે.

આપે કેવી રીતે પોટી કરી? કેવી રીતે પ્રેશર આવ્યું? આપે આ પહેલા શું ખાધું હતું? તેના હિસાબે કેટલી પોટી થઇ. આ બધું જ આપે ટવીટ કરીને જણાવવાનું રહેશે. આજકાલ કોરોના પગલે થયેલા લોકડાઉનના કારણે કેટલાક લોકોની જોબ જતી રહી છે. આ સ્થિતિમાં આ જોબ પૈસા કમાવવાનો સારો મોકો છે.

 


આ વાંચીને આપને પણ ઇચ્છા થતી હોય અપ્લાય કરવાની તો આપ ટૂસી કંપનીને તમારો એક વીડિયો મોકલો. આ વીડિયોમાં ઉમેદવારે જણાવવાનું રહેશે કે તે આ જોબ માટે બેસ્ટ કઇ-કઇ રીતે છે.

આ સાથે શરત એ પણ છે કે, આપની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઇએ. આ સાથે આપે એ પણ સાબિત કરવું પડશે કે આપનામાં પોટી કરવાના તમામ એટિકેટ છે. આ રીતની લાયકાત ધરાવતા ઉમેદવાર આ જોબ ઓફર માટે અપ્લાય કરી શકે છે.

આ કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ નોકરી કોન્ટ્રાક્ટ બેઝ પર છે અને દર અઠવાડિયે તમે બાથરૂમમાં કેટલા કલાકો પસાર કર્યા તેના આધારે પૈસા આપવામાં આવશે. તમને સાત દિવસના સાડા સાત લાખ રૂપિયા મળી શકે છે. આ નોકરી અંગેની તમામ માહિતી કંપનીના ટ્વિટર અકાઉન્ટ પર આપવામાં આવી છે. આ નોકરી માટે અપ્લાય કરવાની લાસ્ટ ડેટ્ 10 જુલાઈ હતી.

You cannot copy content of this page