Only Gujarat

FEATURED National

કન્યાદાન માટે શહીદની લાડલીએ લખ્યો પત્ર, જાણો અધિકારીએ આખરે શું કર્યું?

જમ્મુમાં તહેનાત બીએસએફ જવાનની 2018માં ડ્યૂટી દરમિયાન શહીદી બાદ તેની દીકરીએ કન્યાદાન માટે આગ્રહ કરતો પત્ર ડીએમને લખ્યો તો દેવરિયાના ડીએમએ જવાનની દિકરીનું માન રાખ્યું અને તેના લગ્નમાં પત્ની સહિત આશીર્વાદ દેવા માટે પહોંચ્યા. જયમાલા સ્ટેજ પર વર-વધૂ(શિવાની રાવત અને રાજન રાવત)ને આશીર્વાદની સાથે ભેટ પણ આપી.

મહત્વનું છે કે સલેમપુરના મઝૌલી રાજ નિવાસી અજય કુમાર રાવત બીએસએફમાં 88 બટાલિયનમાં કૉન્સ્ટેબલના પદ પર હતા. તેઓ જમ્મૂના ઉધમપુરમાં તહેનાત હતા. ફરજ પર 25 ઑગસ્ટ 2018માં તેમનો જીવ જતો રહ્યો. પત્ની મીરા દેવી અને તેમના બે દિકરા અભિલાષ અને અશ્વિની છે. ત્રીજી દિકરી શિવાની છે. જેના લગ્ન મંગળવારે થયા.

શિવાનીએ એક પત્રના માધ્યમથી ડીએમ અમિત કિશોર પોતાનું કન્યાદાન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પર ડીએમ ના ન પાડી શક્યા અને પોતાની પત્ની સાથે દિવંગત જવાનની દિકરીને આશીર્વાદ આપવા મંડપમાં પહોંચી ગયા.

ત્યાં તેમણે આશીર્વાદની સાથે ઉપહાર પણ આપી. જેને જોવા માટે લોકો ત્યાં હાજર હતા. શિવાની અને તેમના માતા તેનાથી ખૂબ જ ખુશ નજર આવ્યા.

આ વિશે દેવરિયાના ડીએમ અમિત કિશોરે કહ્યું કે, શિવાની રાવતના પિતા બીએસએફમાં જવાન હતા. ડ્યૂટી દરમિયાન તેમનું મોત થયું હતું. તેમની દિકરીની ઈચ્છા હતી કે હું તેમના લગ્નમાં જાઉં. ખૂબ જ ભાવથી તેણે મને પત્ર લખ્યો તો મારે પરિવાર સાથે આવવું પડ્યું.

જેવી એક જિલ્લાધિકારી પાસે આશા રાખવામાં આવે છે કે અમારા જિલ્લામાં આર્મી, એર ફોર્સ, પેરામિલિટ્રીમાં જેટલા જવાન છે અથવા અધિકારી છે, તેની સાથે કોઈ સમસ્યા થાય કે શહીદ થઈ જાય તો તેમના પરિવારનું ધ્યાન રાખવું એક જિલ્લાધિકારીની રૂપમાં મોટી જવાબદારી છે. આગળ પણ આ પ્રકારની જરૂર હશે તો હું તે નિભાવીશ.

You cannot copy content of this page