Only Gujarat

FEATURED National

સ્પા સેન્ટરની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, છેક આસામથી આવતી હતી યુવતીઓ

અલવરઃ અલવર જીલ્લાના ભિવાડીમાં સ્પાની આડમાં ચલાવવામાં આવતા દેહ વ્યાપારનો પોલીસે ભાંડો ફોડ્યો હતો. પોલીસે 9 યુવતીઓ અને યુવકો સહિત 12 લોકોની ધરપકડ કરી છે. જેમની પોલીસે ફૂલબાગ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ હાથ ધરી હતી. દેહ વ્યાપારમાં સામેલ યુવતીઓ દિલ્હી, આસામ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી લાવવામાં આવતી હતી.

ભિવાડીમાં ઘણા સમયથી દેહ વ્યાપારના રેકેટ અંગે ફરિયાદો મળી રહી હતી, જેના આધાર પર શનિવારે સ્પા સેન્ટર પર રેડ પાડવામાં આવી ત્યારે આપત્તિજનક હાલતમાં મળી આવેલા 9 યુવતીઓ અને 3 યુવકોની ધરપકડ પીટા એક્ટ હેઠળ કરવામા આવી હતી.

એસપી ભિવાડીના નિર્દેશ પર સીઓ હરિરામ કુમાવતે બોગસ ગ્રાહક મોકલી પહેલા દેહવ્યાપારના બિઝનેસની પૃષ્ટિ કરાવી હતી.

બોગસ ગ્રાહકે સેક્સ રેકેટની પૃષ્ટિ કરી ત્યારે સીઓ ભિવાડી, ભિવાડી એસએચઓ તથા યુઆઈટી ફેઝ થર્ડ પોલીસ સ્ટેશનની ટીમે રેડ પાડી જેમાં 2 સ્પા સેન્ટરથી 9 યુવતીઓની ધરપકડ કરવામા આવી હતી.

પોલીસે જણાવ્યું કેસ, છેલ્લા ઘણા સમયથી સ્પામાં ચાલતા ગેરકાયદે ધંધાઓ વિશે સૂચના મળી રહી હતી. એક સ્પા સુખમ ટાવરમાં જ્યારે બીજો સ્પા ક્રિષ સ્ક્વેરમાં ચાલી રહ્યું હતું.

અગાઉ પણ સુખમ ટાવરમાં પીટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page