Only Gujarat

Bollywood FEATURED

અંડરવર્લ્ડ ડોન સાથે આ બોલિવૂડ એક્ટ્રસનો હતો સંબંધ ને પ્રેમના ચક્કરમાં ગુમાવ્યું કરિયર

મુંબઈઃ એક સમય એવો હતો જ્યારે બૉલિવૂડ અને અંડરવર્લ્ડનો ગાઢ સંબંધ હતો. અંડરવર્લ્ડની ધમકીની અસર માત્ર સ્ટાર પર જ નહીં, ફિલ્મો પર પણ જોવા મળતી હતી. આ જ કારણે અનેક સ્ટારના અંડરવર્લ્ડ સાથે ગાઢ સંબંધ હોવાના સમાચાર પણ સાંભળવા મળતાં હતાં. આ ઉપરાંત બૉલિવૂડની કેટલીક એવી પણ એક્ટ્રસ હતી, જેમના અંડરવર્લ્ડ ડૉન સાથે નજીકના સંબંધ રહ્યાં હતાં. આજે અમે તમને એવી એક્ટ્રસ વિશે જણાવીએ જેમના અંડરવર્લ્ડ ડૉન સાથે નજીકના સંબંધ હતાં.

મંદાકિની
મંદાકિનીનો જન્મ 30, જુલાઈ 1963ના રોજ થયો હતો. મંદાકિની બૉલિવૂડની અનેક ફિલ્મોમાં તેમની દમદાર એક્ટિંગથી ફૅમસ હતી. મંદાકિનીને સાચી ઓળખ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી મળી હતી. મંદાકિની અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના સંબંધ જગજાહેર રહ્યાં હતાં. દાઉદ ઇબ્રાહિમને લીધે મંદાકિનીએ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. મંદાકિની અને દાઉદ ઈબ્રાહિમનાં સંબંધ ઘણાં સમય સુધી ચાલ્યાં હતાં.

મોનિકા બેદી
ફૅમશ એક્ટ્રસ મોનિકા બેદીનો સંબંધ અંડરવર્લ્ડ સાથે હતો. મોનિકા બેદીનો સંબંધ ઘણાં સમય સુધી અંડરવર્લ્ડ ડૉન અબૂ સલેમ સાથે રહ્યો હતો. એટલું જ નહીં ઘણી બાબતોમાં અબૂ સલેમનું નામ આવ્યા પછી પણ, મોનિકા બેદી અને અબૂ સલેમ દેશ છોડી ભાગી ગયાં હતાં. જ્યારે આ બંનેને પોલીસે પકડ્યા ત્યારે મોનિકા બેદીએ અબૂ સલેમની સાથે તેમનો સંબંધ પૂરો કરી ઘણાં ખુલાસા પણ કર્યાં હતાં.

મમતા કુલકર્ણી
સલમાન ખાન, અક્ષય કુમાર અને આમિર ખાન જેવાં મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રસ મમતા કુલકર્ણી આજે ભારતની બહાર રહે છે. મમતા કુલકર્ણીનો સંબંધ અંડરવર્લ્ડ ગેન્ગસ્ટર વિક્રમ ગોસ્વામી સાથે હતો. મમતા કુલકર્ણીને વિક્રમ ગોસ્વામી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને થોડાં સમય પછી ભારત છોડી દુબઈ જતાં રહ્યાં હતાં. જ્યાં તેઓ લગભગ 10 વર્ષ રહ્યાં પછી વર્ષ 2014માં પોલીસે તેમની કેન્યાથી ધરપકડ કરી હતી.

અનીતા અયૂબ
અનીતા અયૂબ પાકિસ્તાનની ફૅમસ એક્ટ્રસમાંથી એક છે. અનીતા અયૂબે બૉલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે બૉલિવૂડ ફિલ્મમાં ‘ધી મલોડી ઑફ લવ’ અને ‘ગેન્ગસ્ટર’માં પણ કામ કર્યું છે. અનીતા અયૂબનું અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે ઘણાં સમય સુધી અફરે ચાલ્યું હતું. દાઉદ ઇબ્રાહિમને લીધે તેમને ફિલ્મમાં તક મળી હતી.

સોના
એક્ટ્રસ સોના બૉલિવૂડના દિગ્ગજ અને સુંદર એક્ટ્રસ મધુબાલા જેવી દેખાય છે. તેમણે દાઉદ ઇબ્રાહિમ પહેલાં અંડરવર્લ્ડ ડૉન હાજી મસ્તાન સાથે લગ્ન કર્યાં હતાં. સોનાએ બૉલિવૂડ ફિલ્મ ‘મન જીતે જગ જીતે’ અને ‘બીવી કિરાયે કી’માં કામ કર્યું હતું. હાજી મસ્તાન અને સોનાની પ્રેમ કહાની એટલી ફૅમસ હતી કે તેમના પર ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ બની હતી. જેમાં અજય દેવગન અને ઇમરાન હાશમીએ કામ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page