Only Gujarat

Bollywood FEATURED

એક સમયે સિંગર સોનૂ નિગમે તેમની પત્નીને જાહેરમાં જ કરી લીધી હતી કિસ પછી…..

મુંબઈઃ સોનૂ નિગમ 47 વર્ષના થઈ ગયા છે. 30 જુલાઈ, 1973એ ફરીદાબાદ (હરિયાણા)માં જન્મેલાં સોનૂ નિગમે તેમના સિંગિંગ કરિયરની શરૂઆત માત્ર 4 વર્ષની ઉંમરમાં જ કરી હતી. સોનૂ નિગમની પર્સનલ લાઇફની વાત કરીએ તો સોનૂ વર્ષ 2012માં ખૂબ જ ચર્ચામાં હતો, જ્યારે એક ઇવેન્ટ દરમિયાન તેમને પત્ની મધુરિમાને કિસ કરી હતી. સોનૂ નિગમના આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયાં હતાં. સોનૂ નિગમની આ પહેલી તક હતી જેમાં તેમણે વાઇફ સાથે લવી-ડવી મોમેન્ટ શેર કરી હતી.

સોનૂ અને મધુરિમાની પહેલી મુલાકાત એક પ્રોગ્રામ દરમિયાન કોલકાતામાં થઈ હતી. સોનૂ નિગમે એક બંગાળી ગીતનું ઉચ્ચારણ ખોટું કર્યું હોવાને લીધે મધુરિમા તેમનું ઇન્ટરવ્યૂ લેવા પહોંચી હતી.

એવામાં બંગાળીબાલા મધુરિમાએ સોનૂની આ ભૂલને સુધારી હતી. જોકે, આ પછી તે સોનૂ પર ખૂબ જ હસી હતી.

આ મુલાકાત પછી સોનૂ અને મધુરિમાની ફ્રેન્ડશિપ થઈ ગઈ અને થોડાં સમય પછી બંનેએ એક-બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

સોનૂએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે અમે મળતાં હતાં ત્યારે મ્યૂઝિક સાંભળતા હતાં. હું પણ મધુરિમાને લવ સોંગ સંભળાવતો હતો.’

ફેબ્રુઆરી 2002માં સોનૂ અને મધુરિમાએ લગ્ન કરી લીધા હતા. વર્ષ 2007માં મધુરિમાએ પહેલાં બાળકને જન્મ આપ્યો જેનું નામ નેવાન છે. ઉલ્લેખનીય છે કે, સોનૂ નિગમના દીકરા નેવાનને પણ મ્યુઝિક સાથે ખાસ લગાવ છે અને સોનૂ તેને ગાતા પણ શીખવાડે છે.

મધુરિમા લાઇમલાઇટથી દૂર રહી ઘર-પરિવારની સારસંભાળ કરવામાં વ્યસ્ત રહે છે. આ ઉપરાંત બૉલિવૂડ પાર્ટીઝથી પણ દૂર રહે છે.

સોનૂએ એકવાર કહ્યું હતું કે, ‘મધુરિમામાં તે દરેક આવડત છે જે એક આઇડિયલ વાઇફમાં હોવી જોઈએ.’ સોનૂ ઘણીવાર તેમના કામને લીધે ટૂર પર હોય છે. આ દરમિયાન મધુરિમા ઘર અને પરિવારનું ધ્યાન રાખે છે.

સોનૂ જ્યારે પણ ફૉરેન ટૂર પર હોય અથવા કોઈ કોન્સર્ટ પર કે, કોઈ શૉમાં જાય છે ત્યારે તેમના આઉટફિટ્સ મધુરિમા ખુદ ડિઝાઈન કરે છે. ઉલ્લેખનીય છે કે, ‘મધુરિમા નિગમ’ નામથી તેમની કાઉચર બ્રાન્ડ પણ છે.

દીકરા નેવાન અને પત્ની મધુરિમા સાથે સોનૂ નિગમ

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page