Only Gujarat

FEATURED National

કોરોના ટેસ્ટ માટે યુવતીના પ્રાઇવેટ પાર્ટમાંથી લીધું સેમ્પલ પછી…..

મહારાષ્ટ્રના અમરાવતીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક લેબ ટેક્નીશિયને કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ યુવતીના પ્રાઇવેટ પાર્ટમાંથી લીધું. આ ઘટના સામે આવ્યા બાદથી હડકંપ મચી ગયો છે. યુવતીએ આ વાતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી સાથે જ દુષ્કર્મનો કેસ દાખલ કરી આરોપીને પકડલી લેવામાં આવ્યો છે.

લેબ ટેક્નિશિયનનું નામ અલ્પેશ અશોક દેશમુખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના અમરાવતીની કોવિડ ટ્રોમા સેન્ટર લેબની છે. આ મામલે પોલીસનું કહેવું છે કે યુવતી એક સર્વિસ સ્ટોરમાં કામ કરે છે. તે એક કોવિડ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગઇ હતી.

ત્યારબાદ જાગૃતતા માટે સ્ટોરના તમામ કર્મચારીઓને 28 જુલાઇએ કોરોના ટેસ્ટ એક સરકારી લેબમાં કરવામાં આવ્યા. થ્રોડ સ્વેબ લીધા બાદ લેબ ટેક્નિશિયને યુવતીને કહ્યું કે તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આથી યુરિન ટેસ્ટ કરવો પડશે.

કોરોના વાયરસ ટેસ્ટ બાદ યુવતીએ આ ઘટનાની સમગ્ર જાણકારી પોતાના ભાઇને આપી. ભાઇને શંકા ગઇ તો તેણે ડોક્ટરને આ બાબતે પુછપરછ કરી અને તપાસ કરી કે કોવિડ 19ના ટેસ્ટ માટે આવું કોઇ પરિક્ષણ થતું નથી.

ત્યારબાદ યુવતીએ પોલીસને સમગ્ર હકિકત જણાવી. યુવતીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મહારાષ્ટ્રની મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે ઘટનાને ગંભીરતાથી લીધી છે

દોષિત વિરુદ્ધ કડક પગલા લેવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ચાર લાખને પાર જતી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page