Only Gujarat

FEATURED National

ચિતા પર રાખી હતી પુત્રની લાશ અને અચાનક જ હલવા લાગ્યું શરીર પછી કફન હટાવ્યું તો…..

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સાંપના ડંખથી એક કિશોરનું મૃત્યુ થઇ ગયું હતું. પરિવારજનો કિશોરના અંતિમ સંસ્કાર કરવા માટે લઇ ગયા હતા. દાહ સંસ્કાર માટે લાશને ચિતા પર રાખવામાં આવ્યો હતો મંત્રોચ્ચારણ બાદ જ્યારે ચિતાને મુખાગ્નિ આપવાનો વારો આવ્યો તો મૃતદેહમાં સળવળાહટ થઇ. ત્યારબાદ ત્યાં હાજર લોકોમાં હડકંપ મચી ગયો. કિશોરના પિતાએ જ્યારે કફન હટાવી જોયું તો શ્વાસ ચાલી રહ્યાં હતા. તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થઇ ગયું.

આ ઘટના સરાયખ્વાજા થાના વિસ્તારના સિદ્દીકપુરમાં રહેતા રામ આસરેના 16 વર્ષિય પુત્ર સૌરભને શૌચલયમાં સાંપ કરડી ગયો હતો. સાંપ કરડતા તે ત્યાંજ બેફાન થઇ ગયો. બાદમાં પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા જ્યાં ચિકિત્સકોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૌરભને મૃત સમજી પરિવારજનો તેના અંતિમ સંસ્કાર કરવા લાઇનબજાર થાના ક્ષેત્રના પંચહટિયા સ્થિત રામઘાટ પર પહોંચ્યા. પરંતુ ચિતા સજાવીને જેવો અગ્નિદાહ આપવાનો વારો આવ્યો કે કિશોરનું શરીર હલવા લાગ્યું. ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. અહીં થોડા સમય બાદ તેનું મૃત્યુ થઇ ગયું.

મૃતક સૌરભના પડોશી અનિલે જણાવ્યું કે સૌરભનું મોત સાંપ કરડવાથી થયું હતું. ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કરી દીધો હતો. મુખાગ્નિ કરવા દરમિયાન જ્યારે તેનું શરીર હલવા લાગ્યું તો હડકંપ મચી ગયો. કેટલાક લોકો તો ડરના માર્યા આમતેમ ભાગવા લાગ્યા હતા. પરંતુ કફન હટાવી જોયું તે સૌરભના શ્વાસ ચાલી રહ્યાં હતા.

સાંપ કરડવાથી મૃત્યુ પામેલા સૌરભની જ્યારે ચિતા પર શબ હલવા લાગ્યો તો પરિવારજનોમાં ખુશીની લહેર દોડવા લાગી. તેઓને લાગ્યું કે સૌરભનો જીવ હજુ બચાવી શકાય છે. સૌરભને તુરંત ચિતામાંથી ઉઠાવી લોકો ડોક્ટર પાસે લઇ ગયા. પરંતુ ત્યાં પહોંચતા જ તેના શ્વાસ રોકાઇ ગયા.

સાંપ કરડવાથી મૃત્યુ પામેલા સૌરભની જ્યારે ચિતા પર શબ હલવા લાગ્યો તો પરિવારજનોમાં ખુશીની લહેર દોડવા લાગી. તેઓને લાગ્યું કે સૌરભનો જીવ હજુ બચાવી શકાય છે. સૌરભને તુરંત ચિતામાંથી ઉઠાવી લોકો ડોક્ટર પાસે લઇ ગયા. પરંતુ ત્યાં પહોંચતા જ તેના શ્વાસ રોકાઇ ગયા.

You cannot copy content of this page