Only Gujarat

FEATURED National

ચોરે તો હદ કરી…સ્મશાનમાં ચોરી કરીને ગામના લોકોને કર્યાં હેરાન-પરેશાન

મધ્યપ્રદેશના બૈતુલમાં ચોરોના નામે લખવામાં આવેલી માર્મિક ચિઠ્ઠી આજકાલ ખૂબ ચર્ચામાં છે. મલકાપુર ગામમાં આ પત્ર “એક પાતી ચોર”ના નામે ઘરોની દિવાલો પર ચોંટાડવામાં આવ્યા છે. આ પત્રમાં ચોરોના નામે એક માર્મિક સંદેશ લખવામાં છે. ચોરોને અપીલ કરવામાં આવી છે કે એક દિવસ તેઓએ આ મુક્તિધામમાં આવવાનું છે. તેથી, અહીંથી ચોરેલો માલ અહીં શાંતિથી રાખી જાય.

બૈતુલના મલકાપુર ગામના મોક્ષધામને સુંદર બનાવવા માટે, ગામલોકો તેમના જન્મદિવસ અથવા પરિવારના સભ્યોની યાદમાં અહીં છોડ રોપતા હોય છે. હાલમાં મોક્ષધામમાં 70 જેટલા છોડ રોપેલા છે, જેનાં સિંચન માટે ગ્રામજનોએ તાજેતરમાં જ દોઢસો ફૂટની પાઇપ અને વાલ્વ ખરીદ્યો હતો. આ સામગ્રી મોક્ષધામમાં જ રાખવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા મોક્ષધામમાંથી ચોર પાઇપ અને વાલ્વની ચોરી થઈ હતી. આનાથી ગ્રામજનો પરેશાન છે. ગ્રામજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

તો ચોરોનો કોઈ સુરાગ ન મળવા પર ગ્રામજનોએ એક અનોખી રીત અપનાવી છે. ગામલોકોએ ચોરોને એક પત્ર લખ્યો છે, જેનું નામ “એક પાતી ચોરોના નામે” રાખવામાં આવ્યુ છે. ગામલોકો દ્વારા લખાયેલ આ પત્ર મકાનોની દિવાલો પર લગાવવામાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે, પ્રિય ચોર, જરા વિચારો કે એક દિવસ તમારે પણ અહીં આવવાનું છે.

આવી સ્થિતિમાં, જે લોકો તમને અહીં (મોક્ષ ધામ) લઈને આવશે, શું તમે નહી ઇચ્છો કે તમને લઈને આવનારા લીલીછમ વૃક્ષોની છાયામાં આરામથી બેસી શકે, જ્યારે તમારા પાર્થિવદેહને અહીં લાવવામાં આવશે, ત્યારે તમારા કુટુંબ, મિત્રો, ભાઈઓ તડકાથી બચવા માટે ઝાડની નીચે બેસશે અને ઝાડ રોપનારાઓનો આભાર માનશે.

કૃપા કરીને ચોરી કરીને તમારી અંતિમ ક્રિયાની સુંદર થઈ રહેલી વ્યવસ્થાને બગાડો નહીં. પત્ર લખનાર ગ્રામીણ પ્રેમકાંત વર્માએ જણાવ્યું હતું કે, મોક્ષધામમાં ગ્રામજનોએ ઉમદા પહેલ શરૂ કરી છે. ગામમાં, કોઈનો જન્મદિવસ હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય તો મોક્ષધામમાં એક છોડ વાવવામાં આવે છે.

મોક્ષધામમાં હાલમાં લગભગ 70 જેટલા છોડ છે. આ છોડના સિંચાઇ માટે લાવવામાં આવેલી પાઈપો ચોરાઇ ગઇ હતી. આ કેસમાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તો, ચોરને શરમજનક સ્થિતીમાં મૂકવા માટે, એક પાતી ચોરોનાં નામે ચિઠ્ઠી લખવામાં આવી છે.

You cannot copy content of this page