Only Gujarat

National

કોરોનાને કારણે કુંભારોને થઈ ગયો ફાયદો જ ફાયદો, આવું છે કંઈક કારણ

ચંદીગઢ: છેલ્લા ઘણા સમયથી કોરોના સંકટનો સામનો કરી રહેલા લોકોએ સાથે ગરમીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. ચંદીગઢના તરનતારનમાં પારો 40 ડિગ્રી પાર થઈ ગયો છે. લોકો ગરમીથી છૂટકારો મેળવવા માટલા ખરીદી રહ્યાં છે, જેના કારણે માટલા બનાવતા કુંભારોને મોટો ફાયદો થઈ રહ્યો છે.

માટલાની માંગમા સતત વધારો થઈ રહ્યો છે. લોકોએ માન્યું કે, કોરોના વાઈરસ દરમિયાન ફ્રિઝનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો કેર યથાવત્ છે. જ્યારે પંજાબના ઘણા વિસ્તારોમાં લૂની અસર પણ જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણ વધુ ગરમ જોવા મળી રહ્યું છે.

તરનતારનમાં પારો હવે 40ની પાર પણ જઈ શકે છે, જેના કારણે અહીંના લોકો માટો પ્રમાણમાં માટલા ખરીદી રહ્યાં છે. આમ તો કુંભારોનો ધંધો લૉકડાઉનમાં ભાંગી પડ્યો હતો. પરંતુ જેમ-જેમ ગરમી વધતી ગઈ તેમને કામ મળવા લાગ્યું. કોરોના વાઈરસના કારણે લોકો ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી બચતા હોવાથી માટલા વધુ વેચાઈ રહ્યાં છે.

માટલા ખરીદતા લોકોએ જણાવ્યું કે, જે મજા માટલાના ઠંડા પાણીથી મળે છે તે ફ્રિઝના પાણીમાં નથી મળતી. ઘણા તત્ત્વો માટીના વાસણના કારણે તેમને મળી જાય છે અને હાલ કોરોના સંકટમાં ફ્રિઝનું પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. એવામાં માટલાનું પાણી સારો વિકલ્પ છે.

તરનતારનમાં ઘણા લોકો માટલા અને માટીના અન્ય વાસણો બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીંથી જ માટીના વાસણ તૈયાર થઈને પંજાબના જુદા-જુદા વિસ્તારોમાં જાય છે. કોરોના વાઈરસના કારણે તેમના ધંધાને ઘણી અસર થઈ હતી. પરંતુ ઉનાળાએ કુંભારોનો નુકસાન ના થવા દીધું અને મોટો લાભ આપવાનું કામ કર્યું.

You cannot copy content of this page