Only Gujarat

International TOP STORIES

દર વર્ષે હજારોની સંખ્યામાં ધરતી સાથે ટકરાય છે ઉલ્કાપિંડ, આ વિસ્તારોમાં રહ્યું છે સૌથી વધુ જોખમ

ન્યૂયોર્ક: પૃથ્વી પર દર વર્ષે 17 હજારથી વધુ ઉલ્કાપિંડ ટકરાતા હોય છે. તેમાં મોટાભાગના ઉલ્કાપિંડ ભૂમધ્ય રેખાની નજીકના વિસ્તારોમાં પડે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક વૈજ્ઞાનિક એન્ટાર્કટિકા એક રિસર્ચ માટે ગયા હતા. તેઓ સ્નોમોબાઈલથી એન્ટાર્કટિકામાં ફરી રહ્યાં હતા અને ત્યારે જ તેમને ઉલ્કાપિંડનો એક ટૂકડો મળ્યો હતો.

જિયોફ્રી ઈવાટ ઈંગ્લેન્ડના યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં એપ્લાઈડ મેથમેટિશિયન છે. એન્ટાર્કટિકાની યાત્રા બાદ તે અને તેમના સાથીઓ એ વાત પર રિસર્ચ કરવા લાગ્યા કે દર વર્ષે કેટલા ઉલ્કાપિંડ પડે છે અને સૌથી વધુ ઉલ્કાપિંડ કયા વિસ્તારમાં પડતા હોય છે.

જિયોફ્રીએ કહ્યું કે, એપ્રિલ 1988થી માર્ચ 2020 સુધી પૃથ્વી પર કેટલા ઉલ્કાપિંડ પડ્યા અને તેના સ્થળોનો રેકોર્ડ છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CALTECH) અને નાસા દ્વારા બનાવવામાં આવેલા નકશામાં આ વાત દર્શાવવામાં આવી છે કે પૃથ્વીના કયા વિસ્તારમાં ઉલ્કા વર્ષા થઈ છે. આ લોકોએ પૃથ્વીના અમુક વિસ્તારોની પસંદગી કરી અને પછી 2 વર્ષ સુધી રિસર્ચ કરતા રહ્યાં. આ રિસર્ચનો યોગ્ય સમય ઉનાળાનો હતો. તેથી ઉનાળામાં પૃથ્વીના વિવિધ હિસ્સામાં ઉલ્કાપિંડ પડવા અંગે રિસર્ચ કરતા રહ્યાં.

આ વર્ષે 29 એપ્રિલના જિયોલોજી મેગેઝીનમાં ઈવાટની રિપોર્ટ પબ્લિશ થઈ, જેમાં જણાવવામાં આવ્યું કે, પૃથ્વી પર દરવર્ષે 17 હજારથી વધુ ઉલ્કાપિંડ ટકરાય છે. સૌથી વધુ ઉલ્કાપિંડ ભૂમધ્ય રેખાની નિકટના વિસ્તારોમાં પડતી હોય છે. જિયોફ્રી ઈવાટ કહે છે કે, જો તમારે વાસ્તવમાં ઉલ્કાપિંડને આવતા અને આગના ગોળા તરીકે જોવા હોય તો તમારે ભૂમધ્ય રેખાની આસપાસના વિસ્તારોમાં રાત પસાર કરવી જોઈએ.

ઈવાટે કહ્યું કે,‘એન્ટાર્કટિકામાં ઉલ્કાપિંડોની ગણતરી અન્ય સ્થળથી સરળ હોય છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે જો ઉલ્કાપિંડ બરફની અંદર જતો રહ્યો તો તેને શોધવો મુશ્કેલ બને છે. બરફ પણ તૂટીને સમુદ્રમાં વહી જાય છે. પૃથ્વીની ચારેય તરફ થતી ઉલ્કાવર્ષામાં સૌથી વધુ ઉલ્કા ભૂમધ્ય રેખા નજીક પડે છે. અહીં પડવાની તીવ્રતા અને સંખ્યા પણ વધુ હોય છે.


ઘણાં તો સમુદ્રમાં પડી જાય છે, તેથી તેમની ગણતરી કરવી મુશ્કેલ હોય છે, પરંતુ વિશ્વભરના દૂરબીનોથી તેમની તસવીરો મળી રહે છે. જિયોફ્રીએ જણાવ્યું કે, નોર્વે જેવા વિસ્તારોમાં પણ તમને ઉલ્કાવર્ષાના દ્રશ્યો ખુલી આંખે જોવા મળી શકશે. આ ઉપરાંત તમને અહીં નૉર્થન લાઈટ્સનું સુંદર દ્રશ્ય પણ જોવા મળશે.

You cannot copy content of this page