Only Gujarat

Bollywood FEATURED

ફિલ્મી કરિયર ફ્લોપ રહી છતાં આજે જીવી રહ્યાં છે લક્ઝુરિયર્સ લાઈફ, જાણો કયા છે આ કલાકારો

મુંબઈઃ બોલિવૂડમાં એવાં અનેક સ્ટાર છે જેનુ બેકગ્રાઉન્ડ મજબૂત છે, પણ છતાં તેમને ફ્લોપ કરિયર સંભાળવામાં કોઈ મદદ મળી નહીં. આ સ્ટાર્સે યોગ્ય સમયે સમજદારી બતાવી ફિલ્મી દુનિયા છોડી બિઝનેસમાં નસીબ અજમાવ્યું હતું. આજે ફ્લોપ ફિલ્મી કરિયર છતાં પણ આ સ્ટાર્સ લગ્ઝરી લાઇફ જીવે છે. અમે તમને એવાં પાંચ સ્ટાર્સ વિશે જણાવીશું.

સેલિના જેટલી
મિસ ઇન્ડિયા જીત્યા પછી સેલિના જેટલી બોલિવૂડમાં આવી પણ તે ખાસ કમાલ કરી શકી નહીં. 2001માં મિસ ઇન્ડિયા જીતી મિસ યૂનિવર્સના ફાઇનલમાં પહોંચી હતી. પછી 2003માં તેમણે ‘જાનશીન’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સેલિનાએ ‘નો એન્ટ્રી’, ‘ગોલમાલ’, ‘ટોમ ડિક એન્ડ હેરી’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે વર્ષ 2011માં બિઝનેસમેન પીટર હગ સાથે લગ્ન કરી લીધા હતાં. પીટર અમ્માર હોસ્પિટાલિટી ગ્રુપના ગ્રુપ ડિરેક્ટર ઓફ માર્કેટિંગ છે.

આયશા ટાકિયા
આયશા ટાકિયાની પહેલી ફિલ્મ ‘ટારઝન ધી વંડર કાર’ હતી. ‘વોન્ટેડ’ ફિલ્મથી તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. આયશા ટાકિયાએ બાળપણથી જ પડદા પર જોવા મળતી હતી. આયશા ફિલ્મોમાં કોઈ સફળતા મેળવી શકી નહીં. આયશાએ ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતાં. સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આઝમી આયશા ટાકિયાના સસરા છે. તો આયશાના પતિ ફરહાન રેસ્ટોરાંનો બિઝનેસ કરે છે.

કિમ શર્મા
કિમ શર્માનું ફિલ્મી કરિયર પણ ખાસ રહ્યું નથી. તેમની એવી કોઈ ફિલ્મ નથી જેનાથી તેમને બોલિવૂડમાં ઓળખ ના મળી હોય. પણ, વર્ષ 2000માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘મોહબ્બતે’માં તે સાઇડ રોલમાં જોવી મળી હતી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘મહોબ્બતે’ તેમની ડેબ્યુ ફિલ્મ હતી. કિમે અલી પંજાબી સાથે વર્ષ 2010માં લગ્ન કરી લીધા હતા. પણ, થોડાં સમયમાં છૂટાછાડ થયા અને તે અત્યારે સિંગલ છે.

નમ્રતા શિરોડકર
નમ્રતા શિરડોરકરે વર્ષ 1998માં ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’થી તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 6 વર્ષ પછી તેમણે 2004માં છેલ્લી ફિલ્મ ‘રોક સકો તો રોક લો’માં એક નેરેટરના રોલમાં જોવા મળી હતી. નમ્રતાએ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ સાથે લગ્ન કરી ઘર વસાવી લીધું હતું. નમ્રતા ખૂબ જ લગ્ઝરી લાઇફ જીવે છે.

તુષાર કપૂર
તૂષાર કપૂરે ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો પણ તુષાર તેના પિતા જિતેન્દ્ર જેવી રીતે સ્ટારડમ હાંસલ કરી શક્યો નહીં. તુષાર કપૂરે અનેક ફિલ્મોમાં લીડ રોલ કર્યો છે. સતત ફ્લોપ થતી ફિલ્મોને લીધે હવે તુષાર કપૂરે સાઇડ રોલ કરતાં જોવા મળે છે.

You cannot copy content of this page