Only Gujarat

National TOP STORIES

તમે મેડ ઈન ઈન્ડિયા સમજીને ડાઉનલોડ કરો છો તે ‘Mitron’ App વાસ્તરમાં ઈન્ડિયાની છે જ નહીં!

ટિકટોક વિરુદ્ધ ભારતમાં ખુબ જ બબાલ ચાલી રહી છે પરંતુ હાલમાં જ ટિકટોક અને યૂટ્યુબ વચ્ચે થયેલી લડાઇ અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભરના આહવાન બાદ લોકોએ ચાઇનીઝ એપ ટિકટોકને ડિલિટ કરવાનું શરૂ કરી દીધું. લોકોએ પ્લેસ્ટોર પર નેગેટિવ રિવ્યૂ આપી ટિકટોકની રેટિંગ ઘટાડી દીધી.આ દરમિયાન એક એપ વાયરલ થઇ રહી છે જેનું નામ મિત્રો એપ (Mitron App) છે. આ એપ સ્વદેશી અથવા મેડ ઇન ઇન્ડિયાના નામ પર ખુબ જ પ્રસારિત કરવામાં આવી અને જોત જોતામાં 50 લાખથી વધુ લોકોએ તેને ડાઉનલોડ કરી લીધી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મિત્રો એપને તમે મેડ ઇન ઇન્ડિયા ગણીને ડાઉનલોડ કરી રહ્યાં છો તે વાસ્તવમાં ઇન્ડિયાની છે જ નહીં !

ન્યૂઝ 18ના રિપોર્ટ પ્રમાણે Mitron App એપને પાકિસ્તાની સોફ્ટવેર ડેવલપર ઇરફાન શેખ પાસેથી ખરીદવામાં આવી છે. જો કે દાવો કરવામાં આવ્યો હતો તે આ એપને આઇઆઇટી, રુડકીના એક વિદ્યાર્થી શિવાંક અગ્રવાલે તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો એપનું અસલી નામ TicTic એપ છે જેને પાકિસ્તાનના ઇરફાન શેખની કંપની Qboxusએ તૈયાર કરી હતી.

ઇરફાન શેખે આ એપના સોર્સ કોડને 34 ડોલર્સ એટલે કે અંદાજે 2,500 રૂપિયામાં કોઇને વેંચી દીધા. હવે અહીં સમસ્યાને ડેવલપર અને પાકિસ્તાનથી નથી. સમસ્યા છે પ્રાઇવેસી અને મેડ ઇન ઇન્ડિયાના નામથી પ્રચાર કરવાની. હકિકત તો એવી છે કે પાકિસ્તાની ટિકટિક એપમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. માત્ર ટિકટિકનું નામ મિત્રો રાખવામાં આવ્યું છે.

જો તમે ગૂગલ પ્લે-સ્ટોર પર જઇને મિત્રો એપની પ્રાઇવેસી પોલીસ પર ક્લિક કરો તો તમને shopkiller.inની લિંક મળશે પરંતુ આ લિંક બ્લેંક છે. જેનો અર્થ એ છે કે મિત્રો એપ કોઇ પ્રાઇવેસી પોલીસી નથી.

એવામાં તમને ખબર નહીં હોય કે મિત્રો એપ પર તમારા દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોઝનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે. આ સિવાય મિત્રો એપને ભારતમાં કોણે ખરીદી અને કોણે ગૂગલ પ્લે સ્ટેર પર પબ્લિશ કરી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.

You cannot copy content of this page