Only Gujarat

National TOP STORIES

પતિને અંધારામાં રાખીને પત્નીએ પ્રેમી સાથે બાંધ્યા આડાસંબંધ પછી જે થયું તે જાણીને આઘાત લાગશે

ઉત્તરપ્રદેશમાં પત્ની સાથે આડાસંબંધ અને બાદમાં અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાની વાત જાણતાં જ પતિ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો અને બાદમાં પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ કોઇને જાણ ન થાય તે માટે લાશને સેપ્ટિક ટેન્કમાં નાખી દીધી. પરંતુ મોબાઇલ કોલ ડિટેલ્સની મદદથી પોલીસ હત્યાના આરોપી સુધી પહોંચી ગઇ. ધરપકડ બાદ આરોપીએ એવી એવી કબૂલાત આપી કે પોલીસ પણ ચોંકી ગઇ હતી.

ઉત્તરપ્રદેશના હમીરપુરના મૌદહા થાના ક્ષેત્રના રીવન ગામમાં રહેતા 24 વર્ષિય દેવરાજના જ ગામના મનોજની પત્ની સાથે આડાસંબંધ હતા. એટલું જ નહીં તેણે મનોજની પત્નીનો અશ્લીલ વીડિયો બનાવી તેને બ્લેકમેલ પણ કરતો હતો. એસપી શ્લોક કુમારના જણાવ્યા પ્રમાણે દેવરાજ દરરોજ ઘરે આવવાથી મનોજને પોતાની પત્ની પર શંકા ગઇ.

એક દિવસ સમગ્ર બાબતને તેને જાણ થઇ ગઇ કે દેવરાજ તેની પત્નીનો અશ્લીલ વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરી રહ્યો છે. આ વાતથી મનોજે દેવરાજને ઠેકાણે લગાવવાનું મન બનાવી લીધું. 22 મેના રોજ દેવરાજને ફોન કરી ઘરે બોલાવ્યો અને પ્લાન પ્રમાણે મનોજે દેવરાજની હત્યા કરી લાશને સેપ્ટિક ટેન્કમાં નાખી દીધી.

દેવરાજ ઘરે પરત ન ફર્યો તો તેના પરિવારજનોએ તમામ જગ્યાએ તપાસ શરૂ કરી. કોઇ ભાળ ન મળી તો 27 મેના રોજ મૌદહા થાનામાં દેવરાજની ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી. મૌહદા થાના પોલીસએ દેવરાજના મોબાઇલ નંબરની કોલ ડિટેલ કાઢી તપાસ શરૂ કરી તો મનોજ શંકાના ઘેરામાં આવી ગયો.

પોલીસે આરોપી મનોજની ધરપકડ કરી સખ્તાઇથી પુછપરછ કરી તો મનોજે ગુનો કબૂલી લીધો અને સંપૂર્ણ કહાની જણાવી દીધી. સાથે જ દેવરાજની હત્યા કરી મૃતદેહને સેપ્ટિક ટેન્કમાં છૂપાવી હોવાનું પણ પોલીસને જણાવ્યું. પોલીસ આરોપી મનોજના ઘરે સેપ્ટિક ટેન્ક તોડી દેવરાજની કોહવાયેલી લાશ કબ્જે કરી.

You cannot copy content of this page