Only Gujarat

FEATURED National

દહેજમાં JCB ન મળ્યું તો પતિએ જ પત્નીના નામના બનાવ્યા 7 ફેક એકાઉન્ટ પછી…..

પતિ અને પત્નીના ઝઘડાની આમ તો અનેક ઘટનાઓ સામે આવતી રહે છે પરંતુ ઉત્તરપ્રદેશના આઝમગઢમાં પતિ-પત્નીના સંબંધને તાર તાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ઘટના એવી બની કે પતિ ખુદ જ પોતાની પત્નીને ફેસબૂક પર બદનામ કરી રહ્યો હતો. આ માટે પતિએ પોતાની પત્નીના નામથી એક-બે નહીં સાત ફેક એકાઉન્ટ બનાવ્યા એટલું જ નહીં આ એકાઉન્ટ પરથી અશ્લીલ વીડિયો અને ફોટો અપલોડ કરવા લાગ્યો. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે તેણે પત્નીનો મોબાઇલ નંબર મિત્રોને આપી દીધા અને તેનાથી અશ્લીલ વાતો કરવા લાગ્યો.

પતિ દ્વારા આવી રીતે ચારે બાજુ બદનામી કરવાની જાણ એક દિવસ તેની પત્નીને થઇ ગઇ. પહેલા તો તે પોતે હતપ્રત થઇ ગઇ. બાદમાં તંગ આવી તેણીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ પુછપરછમાં પતિએ જણાવ્યું કે દહેજમાં જેસીબી ન મળતા તે પોતાની પત્નીથી નારાજ હતો આથી તેણે આવું કર્યું.

મેંહનગર થાના ક્ષેત્રના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન જૌનપુર જિલ્લાના ચંદવક થાના ક્ષેત્રના જિતેન્દ્ર પ્રતાપ સાથે બે વર્ષ પહેલા થયા હતા. લગ્નમાં દેહજ તરીકે જેસીબી ન મળતા પતિ નારાજ હતો. આ કારણે તે પોતાની પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. પતિ દ્વારા દરરોજ શોષણ કરવાથી કંટાળીને પત્ની તેના પિયર જતી રહી હતી.

પત્ની પિયર જતી રહેતા આરોપી વધુ રોષે ભરાયો. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની પત્નીના નામથી ફેસબૂક પર સાત ફેક એકાઉન્ટ બનાવી પત્નીના અશ્લીલ વીડિયો અને ફોટો પોસ્ટ કરવા લાગ્યો.

એટલું જ નહીં પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેણીનો મોબાઇલ નંબર પોતાના મિત્રોને આપી દીધો જેનાથી અશ્લીલ વાતો પણ કરતો હતો. અંતે કંટાળીને તેણીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી દીધી.

પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા જ્યારે આરોપીની પુછપરછ કરવામાં આવી તો આરોપી પતિએ કરેલા ચોંકાવનારા ખુલાસાથી પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

You cannot copy content of this page