Only Gujarat

FEATURED National

સંક્રમિત વ્યક્તિઓમાં કોરોના લક્ષણોને લઈને આવ્યો એક રિપોર્ટ, ચોંકવાનારી છે વિગતો

નવી દિલ્હી: ભારતમાં 22 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી કોવિડ-19થી સંક્રમિત થયેલા કુલ 40,814 દર્દીમાંથી 28 ટકા લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણ નહોતા. આ રોગના હળવા કે લક્ષણ વગરના દર્દીઓથી કોરોના વાઈરસનો ચેપ ફેલાવવાની ચિંતા જાહેર કરવા દરમિયાન જ એક રિપોર્ટમાં આ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. આઈસીએમઆરના વૈજ્ઞાનિકો દ્વારા અન્ય સંગઠનો સાથે કરવામાં આવેલા રિસર્ચ દરમિયાન એવા લોકોની તપાસ કરવામાં આવી જેઓ સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા પરંતુ તેમની અંદર બીમારીના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.

ઈન્ડિયન જનરલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈજેએમઆર)માં પબ્લિશ થયેલી રિપોર્ટ અનુસાર સંક્રમિત વ્યક્તિઓમાંથી 5.2 ટકા લોકો હેલ્થ વર્કર્સ છે. આ રિપોર્ટ એવા સમયે જાહેર થઈ છે, જ્યારે આઈસીએમઆર લોકો વચ્ચે આ સંક્રમણ ફેલાવવા અંગે ‘સીરો-સરવે’ કરી રહી છે. સીરો-સરવે એક સમૂહના બ્લડ સીરમની તપાસ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ જિલ્લા સ્તરે કોવિડ-19 સંક્રમણની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવે છે. આ માહિતી મેળવવા માટે 70 જિલ્લામાં અચાનક ટેસ્ટ કરવામાં આવશે કે લક્ષણ સામે ના આવવા છતાં તેમની અંદર આ સંક્રમણ માટે એન્ટીબોડી બન્યું કે નહીં.

જનરલમાં પબ્લિશ થયેલી રિસર્ચ રિપોર્ટ અનુસાર કોવિડ-19 સંક્રમણના લક્ષણ વગરના 28.1 ટકા દર્દીઓમાંથી 25.3 ટકા દર્દીઓ, સંક્રમિતોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવેલા લોકો હતા, જ્યારે 2.8 ટકા લોકો જરૂરી સુરક્ષા સાધનો વગર જ સંક્રમિતોના સંપર્કમાં આવેલા હેલ્થ વર્કર્સ હતા. આઈસીએમઆરના રાષ્ટ્રીય મહામારી વિજ્ઞાન સંસ્થાના ડિરેક્ટર અને આ રિસર્ચના લેખકોમાં સામેલ મનોજ મુરહેકરે કહ્યું કે, ‘સંક્રમણના લક્ષણ વગરના દર્દીઓનો હિસ્સો 28.1 ટકાથી વધુ હોઈ શકતો હતો.

પરંતુ આ અમારી માટે ચિંતાનો વિષય છે. આ રિસર્ચમાં સામે આવ્યું કે, પૃષ્ટિ થયેલા કેસનો હિસ્સો સંક્રમિતોના સંપર્કમાં આવેલા ‘લક્ષણ વગરના દર્દીઓ’માં સૌથી વધુ હતો, આ ગંભીર શ્વસન સંક્રમણવાળા દર્દીઓ, વિદેશયાત્રા કરનાર વ્યક્તિઓ કે સંક્રમિત હેલ્થ વર્કર્સ કરતા 2-3 ગણી વધારે હતું.’

આ વર્ષે 22 જાન્યુઆરીથી લઈ 30 એપ્રિલ સુધી 10,21,518 લોકોની કોરોના વાઈરસ સંક્રમણની તપાસ કરવામાં આવી. માર્ચમાં રોજ 250 લોકોની તપાસ થતી, જ્યારે એપ્રિલના અંતસુધીમાં સંખ્યા વધીને 50,000 થઈ જતી હતી. આ દરમિયાન 40,184 વ્યક્તિ સંક્રમિત નીકળ્યા હતા.

કોરોના વાઈરસે સૌથીવધુ (63.3 ટકા) 50-59 વર્ષની વયના લોકોને ટાર્ગેટ કર્યા હતા, જ્યારે સૌથી ઓછા (6.1 ટકા) 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં હતા. પુરુષોમાં 41.6 ટકા જ્યારે મહિલાઓમાં 24.3 ટકા હતું. દેશના 736 માંથી 523 જીલ્લામાં કોરોના વાઈરસના કેસ સામે આવ્યા હતા. જે રાજ્યોમાં મોટાભાગના જિલ્લામાંથી કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ છે.

You cannot copy content of this page