Only Gujarat

FEATURED International

35 વર્ષ બાદ બીજા વિશ્વ યુદ્ધનો બોમ્બ ફાટ્યો, સમુદ્રના પેટાળમાં હતો

પોલેન્ડમાં બીજા વિશ્વ યુદ્ધના સમયનો એક બોમ્બ ત્યારે ફૂટ્યો જ્યારે નૌકાદળના ડાઇવર્સ તેને ડીફ્યુઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે કેનાલમાં થયેલા આ વિસ્ફોટથી કોઈને નુકસાન થયું નથી. બોમ્બ મળી આવતાં સ્વિનોસ્કી શહેરની બહારની પિસ્ટ કેનાલ નજીકના વિસ્તારમાંથી 750થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા.

બીજા વિશ્વ યુદ્ધ દરમયાન બ્રિટનના રોયર એર ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ટોલમબોય મળી આવ્યો હતો. તેનું વજન લગભગ 5400 કિલોગ્રામ હતું, જેમાં 2400 કિલોગ્રામ વિસ્ફોટક ભરેલું હતું.

8મી કોસ્ટલ ડિફેંસ ફ્લોટિલાના પ્રવક્તા સેકંડ લેફ્ટિનન્ટ ગ્રેજગોરજ લેવાંડોવ્સ્કીએ કહ્યું કે આ વસ્તુને કોઈ પણ પ્રકારનો ખતરો માનવામાં આવતો નથી. તમામ ડાઈવર્સ જોખમ ધરાવતા વિસ્તારથી બહાર હતા.

Swinoujscieમાં એક તરલીકૃત પ્રાકૃતિક ગેસ ટર્મિનલ છે. પરંતુ શહેરના મેયરના પ્રવક્તાએ લોકોને ઈજાગ્રસ્ત થવાની અને કેટલાક ભાગો ક્ષતિગ્રસ્ત થયા હોવાની વાત કરી.

પાઈસ્ટ કેનાલ બાલ્ટિક સાગરમાં જર્મનીની સાથે પોલેંડની સીમા ઉપર ઓડર નદીથી જોડાય છે. જર્મન ક્રુજર લુત્ઝો ઉપર હૂમલામાં 1945માં આરએએફ દ્વારા આ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

You cannot copy content of this page