Only Gujarat

Bollywood FEATURED

અમીષાનો ભાઈ આ એક્ટ્રેસના ધોતો હતો અંડરગાર્મેન્ટ્સ, ખબર પડી તો થયો હતો હોબાળો

મુંબઈઃ અમીષા પટેલના ભાઈ અને બોલિવૂડ એક્ટર અશ્મિત પટેલ 43 વર્ષનો થઈ ગયો છે. 13, જાન્યુઆરી, 1978માં નવી દિલ્હીમાં જન્મેલા અશ્મિત તેની એક્ટિંગ કરતાં વિવાદને લીધે વધારે જાણિતો છે. અશ્મિતે કરિયરની શરૂઆત વર્ષ 2003માં ફિલ્મ ‘ઇન્તેહા’થી કરી હતી. આ પછી તે વર્ષ 2004માં સુપરહિટ ફિલ્મ ‘મર્ડર’માં જોવા મળ્યો હતો. જોકે, અશ્મિત તે સમયે ખૂબ જ ચર્ચામાં હતો જ્યારે વર્ષ 2010માં તે બિગબોસ સિઝન 4 દરમિયાન તેમનું નામ પાકિસ્તાની એક્ટ્રસ વિણા મલિક સાથે જોડાયું હતું. બંનેના માત્ર પ્રેમ અને રોમાન્સની ચર્ચા નહોતી પણ એક એવો ખુલાસો થયો હતો, જેના પર જોરદાર હોબાળો થયો હતો.

વર્ષ 2013માં પાકિસ્તાની એક્ટ્રસ વિણા મલિકે અશ્મિત પટેલ સાથે બિગબોસના ઘરમાં વિતાવેલી વાતો દરેક સામે કહી હતી. જેને લીધે વિણા અને અશિમત બંને ચર્ચામાં આવી ગયાં હતાં.

‘મારા અંડરગાર્મેન્ટ ધોતો હતો અશ્મિત’
વિણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘બિગબોસ સીઝન 4 દરમિયાન અશ્મિત તેમની પેન્ટી (અંડરગાર્મેન્ટ) ધોતો હતો.’ વિમા મલિકે કહ્યું હતું કે, ’જ્યારે તમે કોઈને મળો છો ત્યારે થોડો સમય સાથે રહો છો તો તે સંબંધ બને છે. પણ, હું અશ્મિત મેં ક્યારેય અશ્મિતને પ્રેમ કર્યો નથી પણ, તે મારી પાછળ પડ્યો હતો.’

બિગબોસમાં થયું હતું અશ્મિત-વિણાનું અફેર
ઉલ્લેખનીય છે કે, વિણા મલિક અને અશ્મિત પટેલની હૉટ કેમેસ્ટ્રી બિગબોસ સીઝન 4માં લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ બંનેનું લવ અફેર એટલી હદ સુધી હતું કે, જેને ટીવી પર બતાવી શકાય તેમ નહોતું.

એક જ બ્લેન્કેટ શેર કરતાં હતાં અશ્મિત-વિણા
ઘરમાં રાતે શો દરમિયાન કિસ કરવી, એકબીજાને મસાજ કરતી વખતે ઇન્ટિમેટ થવું તે લોકોએ જોયું છે. વિણા મલિક અને અશ્મિત પટેલ શૉ દરમિયાન એક જ બ્લેન્કેટ શેર કરતાં હતાં. જોકે, બિગબોસના ઘરની બહાર આવ્યા પછી અસ્મિત પટેલ હંમેશા આ મુદ્દે કોઈ વાત કરતાં નથી.

રિયા સાથે લિક થયો હતો MMS
અશ્મિત પટેલ માત્ર બિગબોસને લીધે વિવાદમાં નથી. આ પહેલાં મુનમુન સેનની દીકરી રિયા સેન સાથે અશ્મિત પટેલનો MMS ચર્ચામાં હતો. રિયા સાથે તેમનો આ વીડિયો વાઇરલ થયાની ચર્ચા હતી. કહેવામાં આવે છે કે, આ MMS હોટેલના એક રૂમમાં શૂટ કરવામાં આવ્યો હતો. 90 સેકન્ડના આ વીડિયોમાં કપલ સંદિગ્ધ અવસ્થામાં જોવા મળ્યા હતાં. આ પછી બંનેએ આ વીડિયો ખોટો હોવાનું કહ્યું હતું.

MMSને લીધે કરિયરને નુકસાન થયું
આ MMSને લીધે અશ્મિત પટેલ અને રિયા સેનના ફિલ્મી કરિયરને નુકસાન થયું હતું. જેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અશ્મિતે પોતાની ઓળખ બનાવવા માટે ખુદ આ વીડિયો લિક કર્યો હતો. એક વાત એવી પણ કરવામાં આવે છે કે, ફિલ્મના પ્રમોશન માટે આ MMS લિક કર્યો હતો.

3 વર્ષ પહેલાં આ એક્ટ્રસ સાથે સગાઈ કરી હતી પણ,
ઉલ્લેખનીય છે કે, અશ્મિત પટેલે 3 વર્ષ પહેલાં વર્ષ 2017માં સ્પેનના એક રેસ્ટોરાંમાં મહેક ચહલને પ્રપોઝ કર્યું હતું. આ પછી બંનેએ સગાઈ કરી લીધી હતી અને ઘણાં વર્ષ સુધી લિવઇન રિલેશનમાં પણ રહ્યાં હતાં. જોકે, પછી બંને વચ્ચે મતભેદ થતાં અલગ થઈ ગયાં અને સંબંધ તૂટી ગયો હતો.

2015માં મહક ચહલને મળ્યો હતો અશ્મિત
અશ્મિત અને મહેકને પ્રેમ પહેલીવાર 2015માં રિઆલિટી શૉ ‘પાવર કપલ’ દરમિયાન લાઇમલાઇટમાં લાવ્યો હતો. રસપ્રદ વાત છે કે, બંને બિગબોસના કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યા છે. અશ્મિત જ્યા ‘બિગબોસ 4’માં ટૉપ3માં પહોંચીને બહાર થઈ ગયો હતો. તો, મહેક બિગબોસ 5ની રનરઅપ રહી હતી.

આ ફિલ્મોમાં કામ કર્યું છે અશ્મિતે
અશ્મિત પટેલે વર્ષ 2003માં ફિલ્મ ‘ઇન્તેહા’ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે ‘મર્ડર’, ‘સિલસિલે’, ‘ફાઇટ ક્લબ’, ‘દિલ દિયા હૈ’, ‘કુડિયો કા હૈ જમાના’, ‘ટૉસ’, ‘જય હો’, ‘ડોંગરી કા રાજા’ અને ‘નિર્દોષ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘આવારા પાગલ દિવાના’, ‘આપ મુઝે અચ્છે લગને લગે’, ‘રાજ’ અને ‘ફુટપાથ’ સહિતની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.

You cannot copy content of this page