Only Gujarat

Bollywood FEATURED

સગા બાપ અને દીકરા સાથે રોમાન્સ કરી ચૂકી છે આ બોલિવૂડ આ એક્ટ્રસ

મુંબઈઃ બોલિવૂડમાં અનેક એક્ટ્રસ તેમની સુંદરતા અને એક્ટિંગથી ફેમસ થઈ છે. એવામાં બોલિવૂડના અનેક એક્ટરે પણ તેમની શાનદાર એક્ટિંગથી સફળતા હાંસલ કરી છે. તો બીજી તરફ અનેક અભિનેત્રીઓએ તેમની સુંદરતાનો જાદુ ન માત્ર તેમના જમાનાના એક્ટર પર અને તેમના દીકરા પર પણ ચલાવ્યો છે. અમે આજે તમને એવી એક્ટ્રસ વિશે જણાવીશુ જેમણે ફિલ્મોમાં રિઅલ જિંદગીના બાપ દીકરા સાથે રોમાન્સ કર્યો છે.


જયા પ્રદા
70, 80નાં દશકની સુંદર એક્ટ્રસ જયા પ્રદા આ લિસ્ટમાં સૌથી પહેલાં નંબરે આવે છે. જ્યા પ્રદાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. જયા પ્રદાએ એક્ટર ધર્મેન્દ્ર સાથે ‘ગંગા તેરે દેશ મેં’, ‘શહજાદે’ અને ‘ફરિશ્તે’ જેવી ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. આ ઉપરાંત જ્યા પ્રદાએ ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ સાથે પણ ‘વીરતા’ અને ‘જબરદસ્ત’ જેવી ફિલ્મોમાં લીડ રોલ કર્યો છે.


માધુરી દીક્ષિત
બોલિવૂડની ડાન્સિંગ ક્વીન એક્ટ્રસ માધુરી દીક્ષિતે તેમની સુંદરતા અને ડાન્સથી દર્શકોના દીલમાં એક અલગ સ્થાન મેળવ્યું છે. માધુરી દીક્ષિતે ફિલ્મ ‘દયાવાન’માં વિનોદ ખન્ના સાથે રોમાન્સ કર્યો હતો. આ પછી માધુરી દીક્ષિતે વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મ ‘મોહબ્બત’માં પણ કામ કર્યું હતું.


ડિમ્પલ કપાડિયા
ડિમ્પલ કપાડિયાએ પણ વિનોદ ખન્ના અને તેમના દીકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મમાં રોમાન્સ કર્યો છે. ડિમ્પલ કપાડિયાએ વિનોદ ખન્ના સાથે ‘ખૂન કા કર્ઝ’, ‘બટવારા’ અને ‘લેકિન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ડિમ્પલ કપાડિયાએ વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના સાથે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માં રોમાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં બંનેના રોલને હજુ પણ યાદ કરવામાં આવે છે.


હેમા માલિની
બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. હેમા માલિનીએ રાજ કપૂર સાથે ફિલ્મ ‘સપનો કે સૌદાગર’માં રોમાન્સ કર્યો હતો. આ ઉપરાંત હેમા માલિનીએ રાજ કપૂરના દીકરા રિશી કપૂર સાથે પણ ફિલ્મમાં કામ કર્યું છે.


શ્રીદેવી
બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવાતી દિવંગત એક્ટ્રસ શ્રીદેવીએ પણ ઇન્ડસ્ટ્રીમાં અનેક હીટ ફિલ્મો આપી છે. શ્રીદેવીએ ફિલ્મ ‘નાકાબંધી’માં ધર્મેન્દ્ર સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત શ્રીદેવીએ ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ સાથે પણ ફિલ્મ ‘રામ અવતાર’માં કામ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page