Only Gujarat

FEATURED National

આજે પણ ભારતમાં છે દીકરાનો આ હદે મોહ, પતિએ પત્ની સાથે જે કર્યું તે જાણી ધ્રુજી ઊઠશો એ નક્કી!

લખનૌઃ લોકો આજના સમયને ઘણો મોર્ડન ગણે છે. હવે સમાજમાં દીકરા કે દીકરી વચ્ચે કોઈ ભેદભાવ કરાતો નથી. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના યુપીના બંદાયું જીલ્લામાં બની જેણે માનવતાને શર્મસાર કરી છે. પન્નાલાલ નામના યુવકને દીકરાની એટલી ચાહ હતી કે તેણે પોતાની પત્નીનું પેટ ચીરી જોવા પ્રયાસ કર્યો કે ગર્ભમાં દીકરો છે કે દીકરી.

5 દીકરીઓનો પિતા છે પન્નાલાલ
આરોપી 5 દીકરીઓનો પિતા છે અને પત્ની છઠ્ઠીવાર ગર્ભવતી બની ત્યારે દીકરાની લાલસાએ તે સંબંધોની મર્યાદા ભૂલી ગયો. પન્નાલાલને ભય હતો કે છઠ્ઠુ સંતાન પણ દીકરી ના હોય કારણ કે તેને એક દીકરો જોઈતો હતો. તેથી તેણે પત્નીનું પેટ ચીરી નાંખ્યું.

જોકે આ મામલે આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પત્નીની સ્થિતિ ગંભીર છે. પતિએ કરેલા હુમલાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામા આવી હતી.

ઘટનાની જાણ થતા મહિલાના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા અને તેમણે પન્નાલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કહ્યું કે, 5 દીકરીઓના જન્મ થવાથી તે પત્ની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page