Only Gujarat

FEATURED National

કોરોનાના લક્ષણો ના હોય તે દર્દીઓમાં હોય છે વધુ માત્રામાં વાઈરસ, જો તેમણે ચેપ ફેલાવ્યો તો થશે વધુ મોત

કોરોના વાયરસના વધતા જતા ચેપ વચ્ચે, તેની દવા અને રસી વિશે એક સારા સમાચાર આવી રહ્યા છે. તો, તેના લક્ષણો, ચેપ દર, રચના અને સારવારના નવા વિકલ્પોની શોધમાં ઘણા પ્રકારનાં સંશોધન થઈ રહ્યા છે. આ અનુક્રમમાં એક નવા સંશોધનથી બહાર આવ્યું છે કે કોરોના એસિમ્પ્ટોમેટિક એટલેકે લક્ષણો વગરના દર્દીઓમાં વાયરસની સંખ્યા વધુ હોય છે. હૈદરાબાદના 200 કોરોના દર્દીઓ પર કરવામાં આવેલા સંશોધન અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. વાયરસનો સેમ્પલ લઈને દર્દીઓની જીનોમ સિક્વન્સીંગના આધારે આ માહિતી બહાર આવી છે. આ સંશોધનમાં અન્ય ઘણા તથ્યો પણ જાણવા મળ્યા છે.

હૈદરાબાદના સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને ડાયગ્નોસ્ટિકના સંશોધનકારોએ કોરોનામાં એસિમ્પટમેટિક દર્દીઓમાં વાયરસની સંખ્યા વધુ મળી છે. ભારતીય વૈજ્ઞાનિકો કહે છે કે જો ચેપ ફેલાય તો રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાની ઘટનામાં મૃત્યુ દરમાં વધારો થઈ શકે છે. સંશોધનકારોએ, 200 દર્દીઓનો અભ્યાસ કર્યા પછી, અહેવાલ આપ્યો છે કે લક્ષણો વગરના દર્દીઓ કોરોનાથી અસરગ્રસ્ત નહીં હોય, પરંતુ ઓછી ઈમ્યૂનિટીવાળા લોકોમાં ચેપ લાગવાના કારણે તેઓ મૃત્યુનું કારણ પણ બની શકે છે.

સંશોધનકારોના જણાવ્યા અનુસાર, હૈદરાબાદના કોરોના દર્દીઓ પાસેથી વાયરસના નમૂના લેવામાં આવ્યા બાદ તેમનો જીનોમ સિક્વેસિંગ કરવામાં આવી હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમનામાં ઝડપથી પરિવર્તન આવ્યું છે. સંશોધનકાર મુરલીધરનના જણાવ્યા મુજબ, 95 ટકા સંક્રમિત વસ્તીમાં કોરોનાનું 20B ક્લેડ સ્ટ્રેનથી સંક્રમણ ફેલાયેલું છે.

મે અને જુલાઇની વચ્ચે, 20B ક્લેડે સ્ટ્રેન ચેપમાં કોરોના વાયરસનું પ્રમાણ 100 ટકા સુધી થયું છે. હૈદરાબાદમાં વાયરસ બીજા સ્ટ્રેન દ્વારા ફેલાયો હતો. 20B ક્લેડ સ્ટ્રેનવાળા વાયરસ જાતે તૈયાર થયા અને મે થી ચેપ ફેલાવવાનું શરૂ કર્યું. 20B સ્ટ્રેન વાયરસના સ્પાઇક પ્રોટીનમાં ફેરફાર જોવા મળ્યા છે, જેના કારણે હાલમાં ચેપનો દર વધારે છે.

આ સંશોધન અધ્યયન માટે મેથી જુલાઈની વચ્ચે નમૂના લેવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન એસિમ્પ્ટોમેટિક કોરોના દર્દીઓની સંખ્યા વધુ હતી. જેમના પણ વાયરસના નમૂના લેવામાં આવ્યા હતા

તેઓની ઉંમર 15 થી 62 વર્ષની વચ્ચે હતી. તેમાંથી 61 ટકા પુરુષો અને 39 ટકા મહિલાઓ હતી. સંશોધનકારોએ આ વાયરસ સાથે સંકળાયેલા મ્યૂટેશનની ઓળખ કરી છે, જે દેશના અન્ય સંશોધનમાં પકડાયા નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page