Only Gujarat

National TOP STORIES

આ જાણીતા મંદિરમાં ગરમીથી બચાવવા ભગવાનને પિવડાવવામાં આવ્યું કોલ્ડ ડ્રિંક પછી…..

ઉત્તર ભારતમાં ગરમીનો સિતમ એટલો વધી રહ્યો છે કે સામાન્ય માણસના સાથે ભગવાનને પણ ગરમી લાગી રહી છે. જેને જોતા વારાણસીમાં ભક્તો ભગવાન માટે કોલ્ડ ડ્રિંકનો ભોગ લગાવી રહ્યા છે, સાથે જ એસી અને પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નજારો ધર્મનગરી કાશીમાં જોવા મળ્યો. કોલ્ડ ડ્રિંક્સની બોટલ અને ચોકલેટ ભગવાનના દરબારમાં ચડાવવા માટે રાખવામાં આવી છે. કાશીમાં ભગવાન શિવના આઠ રુપમાંથી એક બાળ સ્વરૂપ બાબા બટુક ભૈરવનું મંદિર લૉકડાઉન દરમિયાન સામાન્ય શ્રદ્ધાળુઓ માટે બંધ છે તો ત્યાં મંદિરમાં સેવલ અને પુજારી કોલ્ડ ડ્રિંક અને ચોકલેટ ચડાવી રહ્યા છે.

આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે આખા દેશમાં ગરમીનો પારો ઉંચકાયો છે અને વારાણસીનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. બાબા બટુક ભૈરવના દરબારમાં એક સેવક વિશ્વજીત બાગ્ચીએ જણાવ્યું કે બાબા બટુક ભૈરવ માટે એસી, પંખો અને એક્ઝોસ્ટ ફેન લગાવવામાં આવ્યો છે. અન્ય મંદિરોમાં પણ ઠંડક માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

લૉકડાઉનના કારણે મંદિર તો બંધ છે, પરંતુ થોડી જ છૂટ મળતા મંદિરના મહંત અને મંદિર જતા સેવકોએ બાબાની સેવા કરી છે. બાબા બટુક ભૈરવ શિવજીનું બાળ સ્વરૂપ છે અને તેમને ઈંડા, માંસ, માછલી અને શરાબનો પણ ભોગ લગાવવામાં આવે છે. સામાન્ય દિવસોમાં જે રીતે તેમને શ્રદ્ધાળુઓ ચૉકલેટ અને ટૉફીનો ભોગ ધરાવે છે એમ જ ગરમીમાં તેમને કોલ્ડ ડ્રિંક્સ ચડાવવામાં આવે છે.

જો કે દર વર્ષે ગરમીમાં આવું કરવામાં આવે છે જેથી બાબાને ગરમી ન લાગે અને તે પોતાના આશીર્વાદ બનાવી રાખે. એક અન્ય સેવક રાજેશે જણાવ્યું કે, અહીં ગરમી ખૂબ જ વધારે પડી રહી છે અને ગરમીથી બાબાને રાહત મળે એટલે તમામ પ્રકારની ઠંડી વસ્તુઓ અને કોલ્ડ ડ્રિંક તેમને આપવામાં આવી રહ્યા છે.


બાળકોને પસંદ આવતી તમામ વસ્તુઓ બાબા બટુક ભૈરવને ચડાવવામાં આવે છે અને બાદમાં ભક્તો અથવા બાળકોમાં તેનું વિતરણ કરવામાં આવે છે.

You cannot copy content of this page