Only Gujarat

National TOP STORIES

લેબ ટેક્નિશિયનના હાથમાંથી કોરોનાના સેમ્પલ છીનવીને ભાગ્યા કપિરાજ પછી…..

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી. અહીં કેટલાક કપિરાજે એવો આતંક મચાવ્યો કે સમગ્ર દેશભરમાં હાલ તેની ચર્ચા ચાલી રહી છે. અહીં કપિરાજે મેરઠ મેડિકલ કોલેજમાં લેબ ટેક્નિશિયન પાસેથી કોરોના સેમ્પલ છીનવી લીધા.

મેડિકલ સ્ટાફે વાંદરાઓ પાસેથી કોરોના સેમ્પલ પરત લેવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ તેઓ પરત લાવી શક્યા નહીં. તો સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે.

સમગ્ર મામલાની જાણકારી વન વિભાગને પણ આપવામાં આવી પરંતુ વન વિભાગની ટીમ પણ કપિરાજ પાસેથી કોરોના સેમ્પલ પરત લાવવામાં અસફળ રહ્યાં. ભારે જહેમત બાદ પણ વાંદરા કંટ્રોલમાં આવ્યા નહીં. એટલું જ નહીં વાંદરાઓએ તો સેમ્પલ ચાવવાનું પણ શરૂ કરી દીધું હતું જેના કારણે તમામ સેમ્પલ ખરાબ થઇ ગયા. અંતે કોરોના તપાસ માટે ફરીવાર સેમ્પલ લેવામાં આવ્યા.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે વાંદરા વૃક્ષ પર બેસી સેમ્પલને ખાવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને બાદમાં તેને નીચે ફેંકી રહ્યાં છે.

સમગ્ર મામલે સીએમએસ ડોક્ટર ધીરજ બાલિયાને જણાવ્યું કે કોરોના તપાસ માટે આ સેમ્પલ લઇ જવામાં આવી રહ્યાં હતા આ દરમિયાન વાંદરાઓએ લેબ ટેક્નિશિયન પાસેથી સેમ્પલ છીનવી લીધા.

You cannot copy content of this page