Only Gujarat

National TOP STORIES

સહેલીને સાઈડલાઈન કરી તેના પ્રેમી સાથે પોતે લડવવા લાગી ઈશ્ક, આવ્યો ચોંકવનારો વળાંક

હરિદ્વારમાં લિવ ઇન રિલેશનમાં રહેતી મધ્યપ્રદેસની યુવતીની હત્યાના આરોપમાં ફરાર તેની બહેનપણીની અંતે સિડકુલ પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે મુખ્ય આરોપી પ્રેમી હજુ પણ ફરાર છે. સિડકુલ પોલીસે આરોપી યુવતીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ મોકલી દીધી. યુવતીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે પોલીસને ખુદ જણાવ્યું કે કેવી રીતે તેણીએ પોતાની બહેનપણીના પ્રેમી સાથે મળી યુવતીની હત્યાને અંજામ આપ્યો.

પ્રાપ્ત વિગત પ્રમાણે થોડા દિવસ પહેલા રાતે સિડકુલની મહાદેવપુરમ કોલોનીમાં એક ચાર માળની બિલ્ડિંગમાં ભાડે રહેતી 24 વર્ષિય યુવતી જનપદ ગ્વાલિયર, મધ્યપ્રદેશનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે મૃતક યુવતી તેના પ્રેમી સાથે લિવઇન રિલેશનમાં રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે જ્યારે મોડી રાતે એક કરિયાણાના વેપારી પોતાની ઉધારીની રકમ લેવા પહોંચ્યો હતો ત્યારે યુવતીના પ્રેમી સાથે તેની મુલાકાત બિલ્ડિંગના કેમ્પસમાં થઇ હતી. યુવકે ઉધારીના પૈસા આપવા થોડો સમય માગ્યો તો વેપારી સીધો તેના રૂમમાં પહોંચ્યો હતો. બાદમાં રૂમનું તાળું તોડી વેપારી જ્યારે અંદર પહોંચ્યો તો અંદર બાથરૂમમાં યુવતીનો મૃતદેહ પડ્યો હતો.

યુવતીના હાથ પગ બાંધેલા હતા અને તેનો મૃતદેહ પ્લાસ્ટિકની થેલી તથા ગરમ કપડામાં બાંધેલી હાલતમાં હતા. તપાસમાં બહાર આવ્યું કે સંભવત 23 મેના રોજ જ યુવતીની હત્યા કરવામાં આવી હતી. કારણ કે છેલ્લે ત્યારે જ યુવતી નજરે પડી હતી.

બિલ્ડિંગના માલિક સુખબીર ચૌહાણે બિહારના નવાદામાં રહેતા નિલેશ કુમારના પુત્ર અને મૃતક યુવતીના પ્રેમી રોહિત કુમાર અને ફર્રુખાબાદના મૌધામાં રહેતા રાજેન્દ્ર સિંહની પુત્રી મંજુ કુમારી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવ્યો હતો.

સિડકુલ પોલીસ સ્ટેશન એસઓ પ્રશાંત બહુગુણાએ જણાવ્યું કે હત્યાના આરોપી સહેલી સિડકુલના ડેંસો ચોક પાસેથી ઝડપી લેવામાં આવી. તેઓએ જણાવ્યું કે તે ભાગવાની ફિરાકમાં હતી અને પોલીસે મુખબીરની સૂચના પર તેને પકડી લીધી. તેઓએ જણાવ્યું કે પોલીસે જ્યારે તેની પુછપરછ કરી તો તેણે કબૂલ્યું કે રોહિત સાથે તેને પ્રેમ થઇ ગયો હતો.

You cannot copy content of this page